સુરતમાં પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં મહિલા સેલની ટીમના દરોડા
મહિધરપુરા પોલીસની હદમાં આવેલ ગેસ્ટ હાઉસમાં દરોડા
બાંગ્લાદેશી મહિલાઓ પાસે સંચાલક નરેશ ગામીત અને મલેક દાઉદ ઝડપાયા
સુરતના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં મહિલા સેલ પોલીસની ટીમે દરોડા પાડી કુટણખાનુ ઝડપી પાડ્યુ હતું.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની મહિલા સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં દરોડા પાડ્યા હતાં. જ્યાંથી બાંગ્લાદેશી મહિલાઓ પાસે ચલાવાતા દેહવેપારને ઝડપી પાડી બે સંચાલક નરેશ અમાલાભાઈ ગામીત તથા મલેક રઝાક દાઉદ તથા ગ્રાહકો ગોપારામ ભવરલાલ, અજય કુબેર પ્રસાદ તથા અજય વિભીષણ ગુપ્તાની ધરપકડ કરી હતી. જ્યારે સલીમ મલિક, ઈમ્તિયાઝ મલેક અને રાકેશ સાયકલવાળા ભાગી છુટતા વોન્ટેડ જાહેર કરાયા હતાં.
