હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે ટેક્નોલોજીથી સમૃદ્ધ અધ્યાય
ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીમાં એઆઈ આધારિત કોર્ષ શરુ
કતારગામ ખાતે પોતાના નવા નેક્ષ્ટ જેનજી કેમ્પસનો પ્રારંભ
સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો અને ટેક્નોલોજીથી સમૃદ્ધ અધ્યાય શરૂ થયો છે. ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીએ કતારગામ ખાતે પોતાના નવા નેક્ષ્ટ જેનજી કેમ્પસનો પ્રારંભ કર્યો છે, જ્યાં એઆઈ આધારિત જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કોર્સિસ શીખવાડવામાં આવશે.
ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં વિશ્વસ્તરીય શિક્ષણ આપતી પ્રતિષ્ઠિત સંસ્થા હવે શહેરના હીરા ઉદ્યોગના હૃદયસ્થાન સમા કતારગામ સુધી પહોંચી છે. નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓને 15 પ્રકારના અલગ અલગ જેમ્સ, જ્વેલરી, ડાયમંડ, ડાયમંડ ગ્રેડિંગ, વેલ્યુએશન અને એઆઈ બેઝ્ડ ડિઝાઇન કોર્સિસ શીખવાડવામાં આવશે. આ કોર્સિસ નવી પેઢીને વૈશ્વિક જ્વેલરી માર્કેટની માંગ પ્રમાણે હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ પૂરી પાડશે. આઈ.એસ.જી.જે. વતી કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, કતારગામ ખાતે શરૂ થયેલું આ નવું જ્વેલરી ડિઝાઇન અને રિસર્ચ સેન્ટર આવનારા સમયમાં કતારગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો યુવાનોને રોજગારી અને આત્મનિર્ભરતાની તક આપશે. અહીં નવીનતમ હાઈ-ટેક અને એઆઈ ટેક્નોલોજીના આધારે ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ શીખવાડવામાં આવશે. ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી કતારગામ કેમ્પસ 5,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં સ્ટેટ-ઓફ-દ-આર્ટ વર્ગખંડો, અદ્યતન લેબોરેટરી, મશીનરી અને ટેક્નોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને રિયલ ઈન્ડસ્ટ્રી જેવી પરિસ્થિતિમાં કામ કરવાનો અનુભવ મળે તે રીતે આ ઈન્સ્ટિટ્યૂટ ડિઝાઇન કરાયું છે. આઈએસજીજેના કેમ્પસ હાલમાં અમદાવાદ, હૈદરાબાદ, શ્રીલંકા અને રશિયામાં કાર્યરત છે અને હવે આફ્રિકામાં પણ તેની હાજરીની તૈયારી છે. સંસ્થા હાલમાં 27થી વધુ વિશિષ્ટ કોર્સિસ આપે છે, જેમાં ભારતનો પ્રથમ બીબીએ ઈન જ્વેલરી ડિઝાઈન એન્ડ મેનેજમેન્ટ અને એમબીએમ ઈન જ્વેલરી બીઝનેશ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 25,000થી વધુ વિદ્યાર્થીઓ આઈએસજીજે માંથી ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે.
