રાષ્ટ્રગિત વંદે માતરમને 150 વર્ષ પુર્ણ થતા સરકારી કચેરીઓમાં કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

રાષ્ટ્રગિત વંદે માતરમને 150 વર્ષ પુર્ણ થતા સરકારી કચેરીઓમાં કાર્યક્રમ
મનપા કચેરીએ મેયરની અધ્યક્ષતામાં સમુહગાન તેમજ સ્વદેશી શપથ

રાષ્ટ્રગિત વંદે માતરમને 150 વર્ષ પુર્ણ થતા સુરતમાં સરકારી કચેરીઓમાં વિશેષ કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં મનપા કચેરીએ મેયરની અધ્યક્ષતામાં તો પોલીસ કમિશનર કચેરીએ સમુહગાન તેમજ સ્વદેશી શપથનુ આયોજન કરાયુ હતું.

રાષ્ટ્રગીત વંદે માતરમને આજે શુક્રવારે સાતમી નવેમ્બરના રોજ 150 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનુ આોજન કરાયુ હતું. તો સુરતમાં પોલીસ કમિશનર કચેરીએ રાષ્ટ્રીય ગીત વંદે માતરમનુ સમુહ ગાન તેમજ સ્વદેશી શપથનુ આયોજન કરાયુ હતું. 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભુમી માટેના ગર્વની એકસૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એક તાંતણે બંધાઈ હતી, તો બીજી તરફ સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે પણ રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પુર્ણ થતા સમુહ ગાનનુ આયોજન સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણીની આગેવાનીમાં કરાયુ હતું. જેમાં પદાધિકારીઓ અને  અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *