કામરેજમાં મળેલા નવજાત શિશુ કેસમાં મોટો ખુલાસો
યુવતીના પાલક પિતાએ કરેલું દુષ્કર્મ
બાયો મેડિકલ વેસ્ટ બેગથી ખુલ્યો નવજાત શિશુ કેસનો પર્દાફાશ
પોલીસ દ્વારા પાલક પિતાની ધરપકડ કરવામાં આવી
સુરતમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કામરેજ રોડ પાસે ડેરા ખાડીમાંથી મળેલા નવજાત બાળક મામલામાં બાયો મેડિકલ વેસ્ટ બેગ સૌથી મોટી કડી સાબિત થઈ છે. અને તેનો પર્દાફાશ થતાં આચંબો પમાડનારી હકીકત સામે આવી છે. બાળકનો જન્મ યુવતીના પાલક પિતાએ કરેલા દુષ્કર્મથી થયો હતો
કામરેજ રોડ પાસે ડેરા ખાડીમાં સોમવારે ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળ્યું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં બાઈક પર આવેલા એક પુરુષ અને બાળકી નજરે પડી રહ્યા હતા. 108 દ્વારા નવજાતને હોસ્પિટલ લઈ જવાયું, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. બાળકી અને પુરુષની ઓળખ કરવા કામરેજ પોલીસે સીસીટીવી સ્કેન કર્યા. આ દરમિયાન મહત્વની કડી તરીકે મળી આવી બાયો મેડિકલ વેસ્ટ બેગ. આ બેગ કામરેજ તાલુકા આરોગ્ય કેન્દ્રની હોવાની પુષ્ટિ થતાં પોલીસે આરોગ્ય કેન્દ્રના સીસીટીવી ચેક કર્યા. પોલીસે સીસીટીવી ચેક કર્યા ત્યાં ફૂટેજમાં નવજાત સાથે એ જ પુરુષ અને બાળકી દેખાયા. જેથી પોલીસે તેમની તપાસ હાથ ધરી અને હદય હચમચાવી નાખે તેવો ખુલાસો સામે આવ્યો યુવતીને તેના પાલક પિતાએ ધમકી-દબાણથી શારીરિક શોષણ કર્યું હતું, જેના કારણે તે ગર્ભવતી થઈ અને નવજાતને જન્મ આપવો પડ્યો હતો.
નવજાત મળ્યાની ફરિયાદ બાદ સીસીટીવી અને બાયો વેસ્ટ બેગથી આરોપી સુધી પહોંચી સામુદાયિક આરોગ્ય કેન્દ્રથી સીધી લિન્ક મળી. પાલક પિતા દ્વારા દુષ્કર્મની પુષ્ટિ થઈ છે. વધુ તપાસ ચાલુ છે. આ મામલે પોલીસ દ્વારા પાલક પિતાની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે. સમાજને હચમચાવી નાખનાર આ ઘટનાએ ફરી એકવાર બાળસુરક્ષા અને નૈતિક મૂલ્ય પર સવાલ ઊભો કર્યો છે..
