બોટાદની બબાલ બાદ આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીનો હુંકાર

Featured Video Play Icon
Spread the love

બોટાદની બબાલ બાદ આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીનો હુંકાર
હવે માત્ર બોટાદ નહીં પણ ગુજરાતની તમામ એપીએમસીમાં અન્યાય મુદ્દે આપ લડશે
આપ પાર્ટીએ અટકાયતને ભાજપની તાનાશાહી ગણાવી .

બોટાદમાં ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવા જતાં નેતાઓને પોલીસ દ્વારા વારંવાર અટકમાં લેવામાં આવતાં ભારે હોબાળો મચ્યો છે. બોટાદ કિસાન મહાપંચતમાં ભાગ લેવા જતાં આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે. ઈસુદાન ગઢવી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ તેમની બગોતરાથી અટકાયત કરવામાં આવી હતી. આપ પાર્ટીએ આ અટકાયતને ભાજપની તાનાશાહી ગણાવી છે.

ભાજપના રાજમાં હવે લોકોની સમસ્યાઓને વાચા આપવી પણ ગુનો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર પોલીસ દ્વારા વિપક્ષી નેતાઓની અટકાયત કરવામાં આવે છે. ત્યારે આજે રવિવારે 12 ઓક્ટોબરના રોજ બોટાદ કિશાન મહાપંચાયતમાં જતાં ઈસુદાન ગઢવીને પોલીસે રોકતાં ભારે હોબાળો મચ્યો છે. ઉગ્ર બોલાચાલી બાદ પોલીસે ઈસુદાન ગઢવીને બગોદરાથી અટકાયતમાં લીધા છે. જેથી ખેડૂતો સહિત AAP કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઈસુદાન ગઢવીએ X પર લખ્યું આજે ગુજરાતની 54 લાખ ખેડૂતો ભાજપની તાનાશાહી જોઈ રહ્યા છે, કે આમ આદમી પાર્ટી ખેડૂતોના અધિકારો માટે લડી રહી છે અને ભાજપ અમને ખેડૂતોને તેમના અધિકારો અપાવતા રોકી રહી છે. ગુજરાતના 54 લાખ ખેડૂતોનો અવાજ ભાજપ દબાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતી ગોલમાલ અને ઓછા ભાવ વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. ગત 10 ઓક્ટોબરે મોડી રાત્રે વિરોધને યથાવત્ રાખી રાત્રે યાર્ડમાં ખેડૂતો ભજન-કીર્તન કરી રહ્યા હતા, ત્યારે પોલીસે મુખ્ય ખેડૂત આગેવાન રાજુ કરપડાને ઉઠાવી લીધા હતા. ત્યારે હવે આજે ઈસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે. આ મામલે દિલ્હીના પૂર્વ CM અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને BJP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું છે કે, ‘BJPના શાસનમાં જે કોઈ પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે તેને જેલમાં મોકલી દેવામાં આવે છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *