સુરતમાં ફ્રી બ્લડ મેગા મેડીકલ કેમ્પ યોજાયો
14 સપ્ટેમ્બર 2025 રવિવારના રોજ પાલ ખાતે કેમ્પ યોજાયો
સુરતી મોઢ વણિક સમાજની વાડી ખાતે ફ્રી બ્લડ મેગા મેડીકલ કેમ્પ, રક્તદાન મહાયજ્ઞ અને દિવ્યાંગ સાધન સહાય કેમ્પનુ મહા આયોજન કરાયુ હતું.
આજે 14 સપ્ટેમ્બર 2025 રવિવારના રોજ પાલ ખાતે આવેલ સુરતી મોઢ વણિક સમાજની વાડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન એટલે કે સેવાદિનના ઉપલક્ષ્યમાં સુરત લોકસભા સાંસદ મુકેશભાઈ દલાલની પ્રેરણાથી સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા આયોજીત સંપ્રતિ સેવાયજ્ઞના માધ્યમથી ફ્રી બ્લડ ટેસ્ટ, ફ્રી મેગા મેડીકલ કેમ્પ, રક્તદાન મહાયજ્ઞ તથા દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું. તો સોનામાં સુગંધ ભળે તેમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા-સમર્પણ અને સંકલ્પના 75માં જન્મદિન નિમિત્તે 75 ટ્રાયસિકલ, 75 ફોલ્ડીંગ વોકર, 75 જોડી-બગલ ઘોડી દિવ્યાંગજનોને અર્પણ કરવામાં માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને અર્પણ કરાઈ હતી.
