અમરેલી : હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે આગાહી

Featured Video Play Icon
Spread the love

અમરેલી : હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે આગાહી
ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડશે : જયપ્રકાશ માઢક
સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ગુજરાતમાં ફરી વરસાદ આવશે

ગુજરાતમાં પણ વરસાદ આવશે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર, ગિર સોમનાથ, જૂનાગઢ, દીવ તથા રાજકોટ અને સુરેન્દ્ર નગર બોટાદ સ્થળોએ ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડશે હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે આગાહી કરી..

સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયા માં ગુજરાત, મુંબઈ, દહાણુ તથા નાસિક થી પૂણે સુધી ફરી વરસાદ આવશે. મુંબઈમાં 13 કે 14 તારીખ થી વરસાદ શરુ થઈ જશે તો ગુજરાત માં 14/15 તારીખથી વરસાદની શરૂઆત થશે IOD એટલે કે ઈન્ડિયન ઓશન ડાયપોલ થોડુ નેગેટિવ તરફ ઝૂકેલુ હોઈ અને ENSO નામનુ સમુદ્રી પરિબળ ન્યુટ્રલ હોઈ આ વર્ષે બે ઓફ બેંગાલમાં ઘણી મોસમી પ્રણાલીઓ બની અને હજૂ પણ બની રહી છે જેમાંની એક ફરી ગુજરાત માં વરસાદ આપવા આવી રહી છે. બંગાળની ખાડી તરફથી મધ્યપ્રદેશ તથા છત્તીસગઢને પણ વરસાદ આપે એ રીતે પ્રભાવી આ સિસ્ટમ મધ્ય મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે જેને કારણે આગામી 14 – 15 સપ્ટેમ્બર થી ગુજરાત માં ફરી એક વખત દ. ગુજરાતના દરવાજેથી મેઘરાજાનું આગમન જોવા મળશે અને 17, 18 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર માં સારો વરસાદ જોવા મળશે. તથા આગામી 20/21 તારીખ સુધી ગુજરાતમાં મેઘરાજા મહેમાન બનીને રહેશે. વરસાદના આ રાઉન્ડ માં ઉત્તર ગુજરાત દ. ગુજરાત તથા મધ્ય ગુજરાત માં પણ વરસાદ આવશે અને સૌરાષ્ટ્ર માં અમરેલી ભાવનગર, ગિર સોમનાથ , જૂનાગઢ , દીવ તથા રાજકોટ અને સુરેન્દ્ર નગર અને બોટાદ જેવા સ્થળોએ ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પણ જોવા મળશે. નવરાત્રી ના શરુઆતના પાંચ દિવસો માં મેઘરાજા બહુ વિઘ્ન નહિ કરે પણ 27 તારીખથી ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે હાથીયો વરસવાની સંભાવના હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે આગાહી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *