સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ
યુકે, કેનેડા સહિત ઘણા દેશોના નકલી વિઝા મળ્યા
પીસીબી અને એસઓજીએ નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ કર્યો
પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણથી પ્રતીક શાહની ધરપકડ
સુરત શહેર પીસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી આવી સામે સુરત શહેરના અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરી નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા,મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા ના સ્ટીકરો મળી આવ્યા હતાં પોલીસ આરોપી તપાસ કરતા 5 વિઝા સ્ટીકર મળ્યા હતા પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હોય તેવું જાણવા મળ્યું હતું
આરોપીએ છેલ્લા 10 વર્ષ માં 700 જેટલા બોગસ સ્ટીકર બનાવ્યા છે આ બોગસ સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ જતા રહ્યા છે હાલમાં આ લોકો કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે આ કેસમાં છ એજન્ટોને વોન્ટેડ જાહેર કર્યા પોલીસની તપાસમાં આરોપી એકદમ સાચું લાગે તેવું સ્ટીકર બનાવવા માટે બારીકાઈથી કામ કરતો હતો અને એક સ્ટીકર બનાવવામાં સાચ દિવસ લાગતા હતા આ બોગસ સ્ટિકર તે કુરિયર મારફતે એજન્ટોને મોકલતો હતો. પોલીસે ઝઘડિયા ચોકડી પાસે આવેલી એક બિલ્ડિંગના ફ્લેટમાં રેડ પાડીને પ્રતિક શાહની ધરપકડ કરી છે જ્યારે આ રેકેટમાં સામેલ અન્ય છ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી લેપટોપ, જુદા-જુદા દેશોના વિઝા સ્ટિકર્સ અને અન્ય પરચુરણ સામગ્રી મળીને કુલ 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધું તપાસ હાથ ધરવામાં આવી
