જામનગરમાં ‘સરકારી’ અનાજનો મોટો જથ્થો ઝડપાયો.
સરકારી અનાજના ગોડાઉનની બાજુમાં મળ્યો અનહાઇજેનિક જથ્થો.
પુરવઠા વિભાગ અને ફૂડ શાખાની સંયુક્ત કાર્યવાહી.
જલારામ ફૂડ પ્રોડક્ટ પેઢીમાં બિલ વિના ઘઉંનો જથ્થો મળી આવ્યો
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ નજીક જલારામ ફૂડ પ્રોડક્ટ પેઢીમાં બિનઆરોગ્યપ્રદ અનાજ અને ઘઉંનો લોટ મળી આવ્યા બાદ પુરવઠા વિભાગ અને ખાદ્ય શાખા દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગરમાં શહેર કોંગ્રેસ ઉપપ્રમુખની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં શંકાસ્પદ અનાજના જથ્થા અંગે માહિતી આપવામાં આવી હતી. ખાદ્ય શાખા અને પુરવઠા વિભાગની એક ટીમે જલારામ ફૂડ પ્રોડક્ટ પેઢીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, પેઢીમાંથી બિનઆરોગ્યપ્રદ ઘઉંનો લોટ અને અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, બિલ વિના ઘઉંનો થોડો જથ્થો પણ મળી આવ્યો હતો. પુરવઠા વિભાગને શંકા છે કે આ અનાજ સરકારી યોજનાઓમાંથી લેવામાં આવ્યું હોઈ શકે છે.
કાર્યવાહીમાં પુરવઠા અધિકારી, મામલતદાર અને ખાદ્ય શાખાના અધિકારીઓની ટીમ સામેલ હતી. ટીમે પેઢીને નોટિસ ફટકારી છે અને બિનઆરોગ્યપ્રદ અનાજના નમૂનાઓ પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલ્યા છે. ઉપરાંત, પેઢી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને તેનું ઉત્પાદન કામ ચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યું છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
