સુરતમાં પાવરગ્રીડના વિરોધ વચ્ચે સૌથી મોટા સમાચાર

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પાવરગ્રીડના વિરોધ વચ્ચે સૌથી મોટા સમાચાર
ખેડૂતોને ઉચ્ચ વળતર મળે તે માટે કલેકટરને કરી રજૂઆત
ભાજપના ધારાસભ્યોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
ધારાસભ્ય ગણપત વસાવા, મોહન ઢોળિયાએ કરી રજૂઆત
ઈશ્વર પરમાર સહિતના અગ્રણીઓએ કરી રજૂઆત
ખેડૂતોને સંતોષકારક વળતર મળે તેવી માગ કરી

સુરત કલેકટરને ધારાસભ્યો દ્વારા આવેદન પત્ર આપી પાવર ગ્રીડનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોને ઉછ્ચ વળતર મળે તે માટે કલેકટરને રજુઆત કરી હતી.

સુરત કલેકટરને ધારાસભ્ય ગણપત વસાવા, મોહન ઢોળીયા, સંદીપ દેસાઈ, ઈશ્વર પરમાર સહિતનાઓ એ અમદાવાદ ખાવડાથી નવસારી પાવર ગ્રીડના વિરોધને લઈ કરી રજુઆત કરી હતી અને કહ્યુ હતુ કે ખેડૂતોને ઉચ્ચ વળતર મળે. તો આ અંગે ગણપત વસાવાએ નિવેદન આપતા કહ્યુ હતું કે છેલ્લા ઘણા દિવસોથી સુરત જિલ્લાની કિંમતી જમીનોમાંથી પાવરગ્રિડની લાઇન પસાર થતી હોય ઉચ્ચ વળતર મળે તેવી રજુઆત કરી છે. આ ઉપરાંત ગુજરાત સરકારના નાણામંત્રીને ગાંધીનગરમાં ખેડૂતોનાં હિતમાં રજુઆત કરવાની સાથે મુખ્યમંત્રીને પણ રજુઆત કરાઈ હતી. તો મુખ્યમંત્રીએ પણ ખાતરી આપી હતી કે ખેડૂતોના હિતની રક્ષા કરવાવાળી સરકાર છે. આજે ફરી સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે અને ખેડૂતોને સંતોષ કારક વળતર મળે તેવી માંગ કરી હતી. કલેક્ટર દ્વારા પણ આ મામલે ખાતરી આપવામાં આવી છે કે ખેડૂતોને ઊંચું વળતર મળે તેવા પ્રયાસ કરાશે. અગાઉ પણ આ મુદ્દે બેઠક થઈ હતી. અને પાવરગ્રિડ કંપનીએ કોઈક કારણોસર ખેડૂતોને ઉચ્ચ વળતર આપવા સહમતિ દર્શાવી નહોતી. જો કે આ સરકાર ખેડૂતોના પડખે ઊભા રહેનારી સરકાર છે તેમ કહ્યુ હતું. તો ધારાસભ્ય ઈશ્વર પરમારએ નિવેદન આપતા કહ્યુ હતુ કે, મારા બારડોલી વિધાનસભામાં 19 અને પલસાણામાં 49 ટાવર ની વિગત મારી પાસે છે. અલગ અલગ તાલુકાઓમાંથી આ લાઈન પસાર થવાની છે. મારા વિધાનસભા મત વિસ્તારમાંથી 68 ટાવર પસાર થવાના છે, સૌ પ્રથમ 2023 અને વર્ષ 2024 માં સર્વે થયું હતું. અને ઓછા વળતર ના કારણે ખેડૂતોમાં નારાજગી હતી જેથી તમામ વિભાગોમાં રજૂઆત કરાઈ હતી. ત્યારે સરકાર ખેડૂતોને ઉચ્ચ વળતર અપાવશે તેમ કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *