સુરતમાં 27 ઓગષ્ટથી ગણેશોત્સવ ઉજવણી,
સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ
ગુજરાત સરકારની શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા, સમિતિએ વ્યક્ત કર્યો આભાર
27 મી ઓગષ્ટ, બુધવારે શ્રી ગણેશ ચતુર્થી એટલે કે શ્રી ગણેશજીની સ્થાપના થી 6ઠ્ઠી સપ્ટેમ્બર શનિવાર શ્રી અનંત ચતુર્દશી એટલે કે શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન સુધી ઉજવણી થનાર હોય જે અંગે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. તો સાથે ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગીતા નુ આયોજન કર્યુ હોય જેને લઈ સરકારનો આભાર માન્યો હતો.
સમગ્ર સુરત શહેરમાં શ્રી ગણેશ ઉત્સવ હિંદુ ધર્મ સંસ્કૃતિની પરંપરા, ધાર્મિક ગરીમા અને દેશભક્તિના ભાવ સાથે એકતા અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ ઉજવાય તે માટે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ, સુરત શહેર છેલ્લા 37 વર્ષથી કાર્યરત અને કટિબદ્ધ છે. આ ઉત્સવ દરમ્યાન સરકારી તંત્રો દ્વારા ઉપલબ્ધ પ્રબંધોની જાણકારી માટે અને તે સિવાયની અન્યો જરૂરી માહિતીઓ આપશ્રીના માધ્યમથી સત્ય અને સચોટ માહિતી શ્રી ગણેશ આયોજકો સુધી પહોંચાડવા માટે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ, સુરત શહેર દ્વારા પત્રકાર પરિષદનુ આયોજન કરી માહિતી અપાઈ હતી. સાથે હાલમાં ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા 2025નુ પણ આયોજન કર્યુ હોય જેને લઈ ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરાયો હતો. તો પત્રકાર પરિષદમાં આ અંગે વધુ માહિતી અપાઈ હતી.
