અમદાવાદના નયન હત્યા કેસમાં સૌથી મોટી કાર્યવાહી
નયન હત્યા કેસમાં સેવન્થ ડે સ્કૂલ સામે ફરિયાદ દાખલ
ક્રાઇમ બ્રાંચે સેવન્થ ડે સ્કૂલ સામે દાખલ કરી ફરિયાદ
રાજકિય નેતાઓએ પણ કાર્યવાહીની માંગ કરી
અમદાવાદ સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચ સ્કૂલ સામે મોટી કાર્યવાહી કરતા નયન હત્યા કેસમાં સેવન્થ ડે સ્કૂલ સામે ફરિયાદ દાખલ કરી છે
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે ક્રાઈમબ્રાંચ મોટી કાર્યવાહી કરશે. સેવન્થ ડે સ્કૂલ સામે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સ્કૂલ સામે ફરિયાદ નોંધવા ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં અરજી કરી છે. શાળાની ગંભીર નિષ્કાળજી અને બેદરકારીના લીધે ફરિયાદ નોંધશે, ઘાયલ વિદ્યાર્થીને સમયસર હોસ્પિટલ નહી પહોંચ્યાનો આરોપ સ્કૂલ પર લાગ્યો છે. શાળામાં વારંવાર ગુંડાગર્દી થઈ હોવાનો આરોપ લાગી ચુક્યો છે. આ સમગ્ર ઘટનાને લઇને ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધી 15 લોકોના નિવેદન લીધા છે. શાળાના પ્રિન્સિપાલ, સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડના પણ નિવેદન લેવાયા છે. સીસીટીવી ફૂટેજમાં પણ મોટો ખુલાસો થયો છે કે, વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં સ્કૂલના પગથીયા પર પડ્યો રહ્યો અને કોઇ મદદે નહી આવ્યું. સીસીટીવીમાં જોવા મળે છે કે બહારથી ચાલીને સ્કૂલમાં આવી પગથીયા પર વિદ્યાર્થી બેસ્યો હતો. ત્યારે શાળાની બેદરકારીને લઇ રાજકીય નેતાઓએ પણ સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે સાંભળો ભાજપના ધારાસભ્ય અને વિપક્ષ નેતાઓએ શું કહ્યું અમદાવાદમાં તારીખ 19 ઓગસ્ટ મંગળવારના રોજ ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી મચી હતી. જેમાં નજીવી બાબતે આ બને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઇ હતી. આ નજીવી બાબતમાં ધો-10 ના વિદ્યાર્થીએ ધો-10 ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી અને વિદ્યાર્થી તડપતો રહ્યો. મણીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં ત્રણ કલાક સર્જરી ચાલી હતી પરંતુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે. વિદ્યાર્થીની હત્યા બાદ સતત ત્રીજા દિવસે સેવન્થ ડે સ્કૂલ બંધ છે. સેવન્થ ડે સ્કૂલ બહાર આજે પણ પોલીસનો ચૂસ્ત બંદોસ્ત છે. મણિનગર,ખોખરાની કેટલીક શાળાઓમાં પણ શિક્ષણ કાર્ય બંધ રખાયું છે. આ ઘટનાને લઇને વાલીઓમાં ખૂબ જ આક્રોશ છે. 2 દિવસથી શાળા બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
