સુરત : આકાશી દ્રશ્યોમાં તાપીનું રૌદ્ર સ્વરૂપ
ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું
ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર
તાપી નદીના ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈ ઉકાઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા કોઝવે ભયજનક સપાટી પરથી ઓવર ફ્લો થયો છે.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમનું જળસ્તર જાળવી રાખવા ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ત્યારે સીઝનમાં પહેલી વખત ઉકાઈ ડેમમાંથી આટલું પાણી એક સાથે છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતની તાપી નદીમાં નવા નિરની આવક થઈ છે. જેને લઈ સુરતના વિયર કમ કોઝવેએ ભયજનક સપાટી વટાવી છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટરની છે અને હાલ કોઝવે પરથી 8.4 મીટરની સપાટીએ ઓવરફ્લો થઈ રહ્યો છે જેને લઈ કોઝવે ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્ય સર્જાયા છે.
