સુરતમાં જન્માષ્ટમી પર્વએ ઠેર ઠેર મટકીફોડ કાર્યક્રમો યોજાયો
ભાગળ ચાર રસ્તા ખાતે સાંજે ભવ્ય મટકીફોડ કાર્યક્રમ યોજાયો
મહિલા ગોવિંદા મંડળો દ્વારા પણ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવાયો
સૌથી ઉંચી મટકી ફોડનાર ગોવિંદા મંડળને ઈનામ પણ અપાયુ
સુરતમાં જન્માષ્ટમી પર્વએ ઠેર ઠેર મટકીફોડ કાર્યક્રમો યોજાયા હતાં. તો શેરીએ શેરીએ બાંધેલી મટકીઓને ગોવિંદા મંડળોએ ફોડી હતી. ભાગળ ખાતે ભવ્ય કાર્યક્રમ સાંજે યોજાયો હતો.
સતત ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમ એટલે કે ઉત્તર ભારતીય પંચાંગ પ્રમાણે ભાદરવા વદ આઠમના રોજ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના જન્મને શહેર ભરમાં ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણ્યો હતો. સુરતમાં ઠેર ઠેર મટકીઓ બાંધવામાં આવી હતી. અને વિવિધ ગોવિંદા મંડળો દ્વારા ઠેક ઠેકાણે મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતાં. સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે સાંજે ભવ્ય મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ સ્પર્ધાઓ પણ મટકી ફોડ કાર્યક્રમમાં યોજાઈ હતી. મહિલા ગોવિંદા મંડળો દ્વારા પણ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવાયો હતો. સૌથી ઉંચી મટકી ફોડનાર ગોવિંદા મંડળને ઈનામ પણ અપાયુ હતું.
