દર વર્ષની જેમ આ વર્ષે પણ યશ્વી આયોજીત્ત નવરાત્રી પર્વની ઉજવણી
કિંજલ દવે સંગ યશવી એન્ટરટેઇન્મેન્ટ આયોજિત યશવી નવરાત્રી 2025
યશવી નવરાત્રી 2025 નું આયોજન કેન્સર પીડિતોની મદદ માટે
દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વની ઉજવણીમાં યશવી એન્ટરટેઈન્મેન્ટ ચાર ચાંદ લગાવવા આવનાર છે. યશવી એન્ટરટેઇન્મેન્ટ આયોજિત યશવી નવરાત્રી 2025 એટલા માટે ખાસ છે કે કે તેમાં ભક્તિની સાથે સેવાની સુવાસ ભળે છે. વર્ષ 2024માં પણ યશવી નવરાત્રી સેવાકીય હેતુ માટે કરાઈ હતી. અને આ વખતે યશવી નવરાત્રી 2025 નું આયોજન કેન્સર પીડિતોની મદદ માટે કરનાર છે, જે ગુજરાતના ઈતિહાસની પ્રથમ ઘટના હશે, જ્યાં નવરાત્રીમાં વિવિધ સેવાકાર્યોને મોટા પાયે જોડાઈ રહ્યું છે.
યશવી નવરાત્રી 2025માં ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા અને ગરબા કવીન કિંજલ દવેના સુમધુર અવાજમાં સતત બીજા વર્ષે આ આયોજન થનાર છે. ગત વર્ષ કરતા પણ વધુ વિશાળ અને વધુ ભવ્ય આ નવરાત્રી સુરતની સૌથી મોટી અને સૌથી યાદગાર નવરાત્રી બની રહે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. આ વર્ષે પણ સૌથી મોટા એર કન્ડિશન્ડ ડોમમાં અદ્યતન સાઉન્ડ ટેકનોલોજીની વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને મોકળાશથી ગરબે ઘુમવાનો આનંદ લઇ શકે તે રીતે વિશાળ જગ્યા કરાઈ છે. ગરબા રમવા અને માણવા માટે આવનાર લોકોને પાર્કિંગની પણ કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે ગરબા ગ્રાઉન્ડની સામે જ પાર્કિંગ માટેની જગ્યા ફાળવાઈ છે. સાથે સાથે કોઈપણ પ્રકારના વિક્ષેપ વગર ખેલૈયાઓ ગરબા સ્થળ પર પ્રવેશી શકે તેના માટે સૌથી સરળ અને ડિજિટલાઇઝડ એન્ટ્રી રખાઈ છે.તારીખ 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એમ 11 દિવસના યશવી નવરાત્રીના અન્ય આકર્ષણોની વાત કરીએ તો ગરબા કાર્યક્રમનું સંચાલન સેલિબ્રિટી એન્કર કરિશ્મા તન્ના દ્વારા થનાર છે. ખેલૈયાઓ માટે 1 કરોડથી પણ વધુના ઈનામો જેમાં બે મેગા પ્રાઈઝનો પણ સમાવેશ થાય છે. યશવી નવરાત્રીનો આનંદ દરેક વર્ગ અને દરેક સમાજના લોકો લઈ શકે તેમ કિન્નર સમાજ, દિવ્યાંગ બાળકો, સિનિયર સીટીઝન, અનાથાશ્રમના બાળકોને પણ આમંત્રિત કરીને તેમને આ તહેવારનો આનંદ લેવા આમંત્રિત કરાશે. વેસુ વીઆઈપી રોડ પર ભગવાન મહાવીર કોલેજ સામેના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર યશવી નવરાત્રી 2025 અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી અપાઈ હતી.
