અમરેલીમાં વ્હેલ માછલીની ઉલ્ટીના વેચાણનો પર્દાફાશ.

Featured Video Play Icon
Spread the love

અમરેલીમાં વ્હેલ માછલીની ઉલ્ટીના વેચાણનો પર્દાફાશ.
2 કરોડ 91 લાખના મુદ્દામાલ સાથે 2 લોકોની ધરપકડ.
એલસીબીએ વ્હેલ માછલીની ઉલ્ટીના ત્રણ ટુકડા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા.

અમરેલી એલસીબીએ ભાવનગર જિલ્લાના જુના રાજપરા ગામના બે શખ્સોને વ્હેલ માછલીની ઊલટી એમ્બરગ્રીસ સાથે પકડી પાડયા છે. આ એમ્બરગ્રીસની કિંમત 3 કરોડ જેટલી છે. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દરિયામાંથી મળતી વ્હેલ માછલીની ઊલટી તરતુ સોનું તરીકે ઓળખવામાં આવે છે, આ એમ્બરગ્રીસનો ઉપયોગ મોંઘી દવા અને પર્ફ્યુમ બનાવવા માટે કરવામાં આવે છે, પણ તેનું ખરીદ-વેચાણ પ્રતિબંધિત છે. અમરેલી એલસીબીએ ભાવનગર જિલ્લાના જુના રાજપરા ગામના કીશન ભુપત બારૈયા અને દીનેશ સડાભાઇ ડોળાસીયાને એમ્બરગ્રીસ સાથે પકડ્યા છે. તેઓની પાસેથી ત્રણ ટુકડા જેનું વજન 2.910 કિલોગ્રામ અને જેની કિમત 2.91 કરોડ છે જેને જપ્ત કરાયા છે. આ અંગે પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.

અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ વિસ્તારમાંથી 2 ઇસમોને વ્હેલ માછલીની ઉલટીના ત્રણ ટુકડાં સાથે 2 ઇસમોને ઝડપી લીધા છે. અમરેલી જિલ્લામાં વન્ય સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનારા ઇસમો ઉપર વોચ રાખી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચના અમરેલી એસ.પી સંજય ખરાત દ્વારા આપવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *