સુરત પોલીસ તહેવારો સમયે એક્ટીવ મોડમાં
ક્રાઈમ બ્રાન્ચે દેવરિયા જેલમાંથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો
પોલીસે અમન પાંડે ઉપેન્દ્ર પાંડેની ધરપકડ કરી
તહેવારો સમયે સુરત પોલીસ એક્ટીવ મોડમાં છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે યુપીની દેવરિયા જેલમાંથી ફરાર થયેલા આરોપીને યુપી એસટીએફની ટીમ સાથે મળી ઝડપી પાડ્યો હતો.
તહેવારો સમયે ગુનેગારો કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડે નહી તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે યુપી એસટીએફની ટીમના માણસોએ સુરત ક્રાઈમ બ્રાન્ચ ખાતે આવી યુપીના દેવરીયા જિલ્લાની મધ્યસ્થ જેલમાંથી જેલ સિપાહીની નજર ચુકવી વર્ષ 2022થી ફરાર થયેલો આરોપી હાલ સુરતમાં હોવાની માહિતી આપતા ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોડની ટીમે બાતમીના આધારે આરોપી એવા મુળ યુપીના વારાણસીનો અને હાલ સુરતમાં ભાઠેના ખાતે રહેતા અમન પાંડે ઉપેન્દ્ર પાંડેને ઝડપી પાડી તેનો કબ્જો યુપી એસટીએફને સોંપ્યો હતો.
