સુરતમાં પોક્સો એક્ટના ગુના ફરાર આરોપી ઝડપાયો
પોલીસે આરોપીને ચંપારણના તેલુઆ ખાતેથી ઝડપી પાડ્યો
આરોપી કૃષ્ણાકુમાર બિરેન્દ્ર સહાનીની ધરપકડ
સુરતની સારોલી પોલીસે પોક્સો એક્ટના ગુનાાં નાસતા ફરતા આરોપીને બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના તેલુઆ ખાતેથી ઝડપી પાડી ભોગ બનનાર બાળ કિશોરીને મુક્ત કરાવી હતી.
સુરતના સારોલી પોલીસ મથકની હદમાંથી એક બિહારી યુવાન કૃષ્ણકુમાર બિરેન્દ્ર સહાની બાળ કિશોરીને ભગાડી ગયો હતો જે અંગે સારોલી પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા આરોપી કૃષ્ણાકુમાર બિરેન્દ્ર સહાની બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના તેલુઆ ખાતે લઈ ગયો હોવાની માહિતી સારોલી પોલીસની એક ટીમ ત્યાં ગઈ હતી અને આરોપી કૃષ્ણાકુમાર બિરેન્દ્ર સહાનીને ઝડપી પાડી તેની પાસેથી ભોગ બનનાર બાળ કિશોરીને મુક્ત કરાવી બન્નેને સુરત લાવી કિશોરીને તેના વાલીને સોંપી આરોપી કૃષ્ણાકુમાર બિરેન્દ્ર સહાનીની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
