સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા દિલીપ સંઘાણી પહોંચ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા દિલીપ સંઘાણી પહોંચ્યા
દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા આપી

સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા આપી હતી.

સુરત આવેલા દિલીપ સંઘાણીએ કહ્યુ હતું કે રાહુલ ગાંધીની આગામી ગુજરાતની મુલાકાતને લઈ કહ્યું કે, રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો થશે. ગુજરાતીઓ તેના ભાષણની મજા લેશે.સાબરડેરી અને પશુપાલકો વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે કહ્યું હતું કે, પશુપાલકોની માગ વાજબી છે. પરંતુ, તેઓ દ્વારા જે દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવે છે તે યોગ્ય નથી.ડેરીઓ દ્વારા અન્ય રાજ્યમાંથી જે દૂધ મંગાવી પાવડર કરવામાં આવે છે અને તે પાવડર પડ્યો રહે છે તેના કારણે જે મુશ્કેલી સર્જાય છે તે બાબતે સરકારે યોગ્ય તપાસ કરવાની પણ માગ કરી છે. સંઘાણીએ રાજ ઠાકરએ સરદાર પટેલ પર કરેલા નિવેદન, કેજરીવાલની ગુજરાત મુલાકાત અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. દિલીપ સંઘાણીએ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષની કરેલી જાહેરાત તેમજ રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસે લઈને ટિપ્પણી કરતા કહ્યું કે રાહુલ ગાંધી જેટલી વખત ગુજરાતની મુલાકાત લેશે એટલો જ ભારતીય જનતા પાર્ટીને લાભ થશે કારણકે તેઓ રાજકીય ઇતિહાસની ખબર નથી સામાજિક તાણાવાળાની ખબર નથી. ક્યારે ક્યાં શું બોલવું તે તેમના સલાહકાર જે લખીને આપે તે બોલે છે. લોકોની સુરક્ષા અને સલામતી કેવી રીતે આવશે તે અંગેની તેમને સમજ નથી. ગુજરાતીઓ તેમના ભાષણ ની મજા લેશે અને તેઓ ગુજરાતમાં આવશે તો ફરીથી ગુજરાતની પ્રજામાં ચાલે છે.

રાહુલ ગાંધીએ અમિત ચાવડાની પસંદગી કરે છે તે બાબતે હું એટલું જ કહેવા માગું છું કે તેમણે જંગના ઘોડા અને પસંદગી કરી છે કે લંગડા ઘોડાની પસંદગી કરી છે એનો જવાબ તો તેઓ જ આપી શકે. તો રાજ ઠાકરેના સરદાર પટેલ અને લઈને આપેલા નિવેદનને લઈને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. સરદાર પટેલ અનેક રજવાડાઓને એક કરીને ભારત બનાવ્યું છે. હૈદ્રાબાદ અને જૂનાગઢને ભારતમાં જોડવા એ સરદાર પટેલની કુનેહનું પરિણામ હતું. એકમાત્ર કાશ્મીરને નેહરુએ જોડવાનો પ્રયાસ કર્યો હતો.સરદાર પટેલ રાષ્ટ્ર પ્રેમી હતા. સરદાર પટેલે જે નકશો બનાવ્યો છે તેમાં મુંબઈ, કલકત્તા, હૈદરાબાદના નામનો ઉલ્લેખ થાય છે. સરદાર પટેલે સર્વસ્વ રાષ્ટ્રની અર્પિત કર્યો હતો તેમના દીકરી નાયબ વડાપ્રધાનના દીકરી હોવા છતા સાદગીભર્યું જીવન જીવ્યા છે. આ બધી વાતોને દેશના યુવાનો સમક્ષ મૂકવી જોઈએ. જેને બદલે અત્યારે જે સરદાર પટેલ ને લઈને નિવેદનો આપવામાં આવી રહ્યા છે તે તેમની સંકુચિત માનસિકતા લોકો સમક્ષ મૂકી રહ્યા છે. આ પ્રકારના જાહેર જીવનમાં રહેતા વ્યક્તિઓ જ્યારે નિવેદન કરે છે ત્યારે તે ધિક્કારને પાત્ર છે. સાથે કેજરીવાલ સહિતના મુદ્દે વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *