દાહોદ: યુવકને સાપે કરડ્યો, સાપને લઈ પહોંચ્યો હોસ્પિટલ!

Featured Video Play Icon
Spread the love

દાહોદ: યુવકને સાપે કરડ્યો, સાપને લઈ પહોંચ્યો હોસ્પિટલ!
સાપના ડંખ પછી એ જ સાપને પકડી, બરણીમાં ભરી, 108 એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ પહોંચ્યા.
ઘટનાને લઈને ગામમાં ભારે ચકચાર, લોકો યુવકની હિંમતને આપી રહ્યા છે દાદ

દાહોદમાં અજીબ ઘટના યુવકને સાપ કરડ્યો, ને એ જ સાપને લઈને પહોંચ્યો હોસ્પિટલમાં આવો જાણીએ શું છે આખી વાત

મળતી માહિતી અનુસાર દાહોદના બોરડી ગામે રાત્રિના સમયે એક વિચિત્ર ઘટના બની. પાર્સિંગ ભાઈ બિલવાલ નામના યુવકને બાથરૂમ જતી વખતે સાપે કરડ્યો. આશ્ચર્યજનક રીતે, પાર્સિંગ ભાઈએ ગભરાઈ જવાને બદલે તે જ સાપને પકડી લીધો. સાપને એક બરણીમાં ભરીને, તેમણે 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને દાહોદની ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલમાં હાજર તબીબો પણ સાપને સાથે જોઈને અચંબામાં મુકાઈ ગયા. જોકે, તેમણે તાત્કાલિક પાર્સિંગ ભાઈની સર્પદંશની સારવાર શરૂ કરી.આ સાપ ઝેરી હતો કે બિનઝેરી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી, પરંતુ સાપ કરડ્યા બાદ તેને પકડીને હોસ્પિટલ લાવવાની આ ઘટનાએ લોકોને ચોક્કસપણે સ્તબ્ધ કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *