સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો
ખેતલાઆપા ટી સ્ટોલ પાસે યુવાને આઈસર ટ્રક નીચે પડતુ મૂક્યું
આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે પુણાગામ ખાતે આવેલ ખેતલાઆપા ટી સ્ટોલ પાસે યુવાને આઈસર ટ્રક નીચે પડતુ મુકી આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં  કેદ થઈ છે.

પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વડલી ગામના વતની અને હાલ પુણાગામ વિસ્તારમાં આવેલી સીતાનગર સોસાયટીમાં 31 વર્ષીય નિલેશ ભાવેશભાઈ વાઘમશી પરિવાર સાથે રહેતો હતો. નિલેશના પરિવારમાં માતા-પિતા અને ભાઈ છે. નિલેશ વર્ષોથી તેના ભાઈની સાથે કાપડના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ગત સોમવારે 14 જુલાઈએ નિલેશ તેની બહેન અને તેના સસરા સાથે બહેનના ઘરે ગયો હતો. જ્યાંથી પરત બાઈક પર બહેનના સસરા સાથે પરત ઘરે આવતો હતો. દરમિયાન પુણા કંગારુ સર્કલ પાસે ખેતલાઆપા ટી-સ્ટોલની પાસે નિલેશે બાઈક ઊભી રાખી હતી અને બહેનના સસરાને માવો લેવા મોકલ્યા હતા. જેઓ માવો લેવા જતા નિલેશ રોડ પર મોટું વાહન આવવાની રાહમાં હતો, જેમાં આઈસર ટ્રક પસાર થતાની સાથે જ તેણે પડતું મૂક્યું હતું. ટ્રકનું ટાયર નિલેશ પરથી ફરી વળતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મૃતક નિલેશે કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ છે. પુણા પોલીસે મૃતક નિલેશનો મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં  કેદ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *