સુમુલ ડેરીમાં મહારાષ્ટ્રથી દુધ લાવી સુરતમાં પધરાવવાનો ખેલ
બેઠકમાં તેરી ભી ચૂપ મેરી ભી ચૂપનો ખેલ ખેલાયો
માનસિંહ પટેલ અને રાજુ પાઠક એક થઈ ગયા હોય તેવા સૂર
સુમુલ ડેરીમાં મહારાષ્ટ્રથી દુધ લાવી સુરતમાં પધરાવવાના મામલે પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપ પ્રમુખ રાજુ પાઠકે નિવેદન આપ્યુ હતું.
સુરત સુમુલ ડેરીમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રથી દૂધ લાવી સુરત સુમુલમાં પધરાવવાનો મામલો સામે આવ્યો છે. સુરત સુમુલ ડેરી સભાખંડમાં બેઠક યોજાઈ હતી જે બેઠકમાં તેરી ભી ચૂપ મેરી ભી ચૂપનો ખેલ ખેલાયો હતો. સુમુલ પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપ પ્રમુખ રાજુ પાઠક એક થઈ ગયા હોવાની વાત થઈ હતી. તો સમગ્ર દૂધના ખેલ મામલે ભીનું સંકેલાયું છે. માનસિંહ પટેલ અને રાજુ પાઠક એક થઈ ગયા હોય તેવા સૂર હતાં. અને જાણે કઈ થયું જ ના હોય તેમ પ્રમુખ અને ઉપ પ્રમુખે દાવા કર્યા હતાં. અગાઉ આ મામલે ભારે વિવાદ સર્જાયો હતો અને મહારાષ્ટ્રનું ઠંડુ દૂધ લાવનારા મંડળીઓને 3.25 કરોડનો દંડ ફટકરાયો હતો. જેને લઈ સુમુલના પ્રમુખ માનસિંહ પટેલે માહિતી આપી હતી.
બીજી તરફ સુમુલ ડેરીની મળેલી સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સુમુલના ઉપપ્રમુખનું મોટું નિવેદન આપ્યુ હતું. અગાઉ માનસિંહ પટેલ દ્વારા કરાયેલા એક હજાર કરોડના કોભાંડ મુદ્દે નિવેદન આપ્યુ હતું અને એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવે તો હું સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દઇશ તેમ કહ્યુ હતું. સંસ્થામાં ચેરમેન દ્વારા જે વિગત આપવામાં આવી હતી તે આપી દેવામાં આવી છે અને આંતરિક વિવાદ કોઈ જગ્યા એ નથી તેમ કહ્યુ હતું. ચર્ચા તંદુરસ્ત રીતે થતી હોય છે, કોઈને ગેરસમજ થતી હોય છે જે દૂર કરવામાં આવે છે. સુમુલમાં વર્ષોથી ડોક્યુમેન્ટથી પ્રોસેસ કામ થાય છે અને કોઈ જગ્યાએ કોઈ મંડળીએ અમૂલ પેટર્નની વિરૂદ્ધ કાર્ય કર્યું હોય ત્યારે એક બે મંડળીએ ભૂલ કરી હોય એમ મંડળીનું અહિત ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. એક નિર્દોષને દંડ ન થવો જોઈએ, મને ભવિષ્ય જોતા આવડતું નથી. મારી રાજકીય હિત અને છબી બગાડવાનો પ્રયાસ છે. કોઈ પણ અમૂલ પેટર્ન નું ભંગ થાય તો સુમુલ ચલાવી લેવા માંગતું નથી. આજદિન સુધીમાં કોઈ જગ્યાએ મને બોલાવીને પૂછવામાં આવ્યું નથી. અને મને પૂછવામાં આવશે ત્યારે હું જવાબ આપીશ સાથે દંડ ફટકારવો તે નીતિ નિયમો લીગાલીટી સાથે આગળ વધીશું તેમ પણ ઉપપ્રમુખ રાજુ પાઠકે કહ્યુ હતું.
