સુરતમાં ગૂંગળામણના લીધે ત્રણના મોત
જનરેટના ધુમાડાના લીધે શ્વાસ રૂંધાયા
ઘરમાંથી ત્રણ સિનિયર સિટિઝનના મૃતદેહ મળ્યા
ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં થયાં મોત
સુરતના પાલ ભાઠા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ પર બનાવાયેલા રૂમમાં રાત્રીના સમયે ઉંઘી રહેલા ત્રણ સિનિયર સિટીઝનના જનરેટરના ધુમાડાના કારણે ગુંગળામણના કારણે મોત નિપજ્યુ હોવાની આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતના પાલ ભાઠા ખાતે કરૂણાંતિકા સર્જાઈ હતી. વાત એમ છે કે સુરતના ભાઠા ગામ ખાતે આવેલા ક્રિકટ ગ્રાઉન્ડના રૂમમાં રાત્રીના સમયે ત્રણ સિનિયર સિટીઝન જેમાં 56 વર્ષિય બાલુભાઈ પટેલ તથા 60 વર્ષિય વેદાબેન પટેલ અને 77 વર્ષિય સીતાબેન પટેલ ઉંઘતા હતા તેઓના પરિવારજનો સવારે પહોંચતા ત્રણેય મૃત હાલતમાં મળ્યા હતાં. તો પ્રાથમિક દ્રષ્ટિએ રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ જતા ત્રણેયના મોત નિપજ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. જો કે હાલ પોલીસે સ્થળે દોડી જઈ એફએસએલની મદદથી ત્રણેયના મોતના કારણની તપાસ શરૂ કરી છે સાથે ત્રણેયના મૃતદેહ પી.એમ. માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અપાયા છે. તો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ત્રણેયના મોતનુ સાચુ કારણ સામે આવશે.
