સુરતમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું
વેદાંત ગ્રુપ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું
લોકસાહિત્ય, ભજન અને હાસ્ય કલાકાર એ લોક ડાયરામાં રંગ જમાવ્યો
ડાયરામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
સુરતમાં હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે વેદાંત ગ્રુપ દ્વારા લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા લોકસાહિત્ય કલાકાર ભજન કલાકાર અને હાસ્ય કલાકાર એ લોક ડાયરામાં રંગ જમાવ્યો હતો.
સુરતમાં હનુમાન જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી છે હનુમાન મંદિર સહિત સોસાયટીઓમાં અને મહોલ્લામાં પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યા હતા. સુરતમાં 6,000 કિલો બુંદીના લાડુ સાથે ભગવાન હનુમાનજીને ભોગ ધરાવાયો હતો ત્યારે સુરતના ઉતરાણ વિસ્તારમાં લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું વેદાંત ગ્રુપ દ્વારા વેદાંત લેવિયાનો હાઇટ્સમાં આયોજન કરાયું હતું જ્યાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તો જોડાયા હતા. આ લોક ડાયરામાં લોકસાહિત્ય કલાકાર કિશનભાઇ રાદડિયા ભજન કલાકાર કિરણબેન ગજેરા અને હાસ્ય કલાકાર મહેશભાઈ ધામેલીયા ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરા ના રસિકોને હનુમાનજીના પ્રસંગો વર્ણવ્યા હતા. વેદાંત ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
