રાહુલ ગાંધી અને કોંગ્રેસના વિરોધમાં ભાજપ મહિલા મોરચાના ધરણાં

Featured Video Play Icon
Spread the love

રાહુલ ગાંધી અને કોંગ્રેસના વિરોધમાં ભાજપ મહિલા મોરચાના ધરણાં
કોંગ્રેસ કાર્યાલયની બહાર મહિલા કાર્યકરોએ કર્યો વિરોધ
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે મહિલા કાર્યકરોની અટકાયત કરી

સુરતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ જોવા મળ્યું હતું. કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલયની બહાર ધરણાં અને વિરોધ પ્રદર્શન કરતા પોલીસે મહિલા કાર્યકરોની અટકાયત કરી હતી.

સુરતમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ હતું. કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં ભાજપ મહિલા મોરચા મેદાનમાં આવ્યુ હોય તેમનાનપુરા ખાતે મક્કાઈપુલ પાસે રંગઉપવન નજીક કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપના મહિલા કાર્યકરોએ ધરણાં યોજ્યાં હતાં. મહિલા ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસના સાંસદને બચાવવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ભાજપના મહિલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકીય વિરોધને પગલે સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને ભાજપ મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જો કે એક સમયે માહોલ ગરમાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *