સુરત નાનપુરામાં મહિલાએ અચાનક કારનો દરવાજો ખોલ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત નાનપુરામાં મહિલાએ અચાનક કારનો દરવાજો ખોલ્યો
દરવાજા સાથે મોપેડ ચાલક ધડાકાભેર અથડાયા
ગંભીર ઈજાઓ બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું

સુરતના નાનપુરા વિસ્તારમાં કારમાં બેઠેલી મહિલાએ અચાનક દરવાજો ખોલતા મોપેડ ચાલક ધડાકાભેર અથડાયા હતા. ગંભીર ઈજાઓ બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.

સુરતના નાનપુરાના રિવર પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 56 વર્ષીય મોહમ્મદ અમીન ઉસ્માનગણી શેખ મંગળવારે બપોરે મોપેડ લઈને દુકાને જઈ રહ્યા હતા. દરમિયાન રંગઉપવન મલ્ટીલેવલ પાર્કિંગ નજીક રસ્તા પર એક કાર ઊભી હતી. આ સમયે કારની પાછળની સીટ પર બેઠેલી મહિલાએ અચાનક કારનો દરવાજો ખોલી દીધો હતો. અચાનક ખૂલેલા દરવાજા સાથે મોપેડ ધડાકાભેર અથડાતા મોહમ્મદ અમીન ઉછળીને રસ્તા પર પટકાયા હતા. ગંભીર ઈજાઓ થતાં આસપાસના દુકાનદારો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન આજે સવારે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *