સુરત શહેરના ભેસ્તાન આવાસમાં અફરા તફરી ફેલાઈ

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરના ભેસ્તાન આવાસમાં અફરા તફરી ફેલાઈ
તાત્કાલિક પોતાના ઘરોમાંથી બહાર આવી સુરક્ષિત સ્થળે પહોંચી ગયા
આવાસના ડી-20 બ્લોકમાં અચાનક આગ લાગતા અફરાતફરી

સુરત શહેરના ભેસ્તાન આવાસના ડી-20 બ્લોકમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આગ લાગતા જ સ્થાનિકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી અને લોકો તાત્કાલિક પોતાના ઘરોમાંથી બહાર આવી સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હતાં.

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભેસ્તાન આવાસના ડી 20 બ્લોકમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અને ભારે જહેમત બાદ ફાયર કર્મીઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવી રહ્યું છે. જોકે સમગ્ર મામલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કેટલાક ઘરોમાં ઘરેલું સામાન આગમાં બળી ખાક થઈ ગયું છે, જેના કારણે લોકોમાં નુકસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *