ઉચ્છલની દેવમોગરા કોલેજમાં ૧૩મો વાર્ષિકોત્સવ ઉજવાયો

Featured Video Play Icon
Spread the love

ઉચ્છલની દેવમોગરા કોલેજમાં ૧૩મો વાર્ષિકોત્સવ ઉજવાયો
મંત્રી જયરામ ગામીતે વિદ્યાર્થીઓને આપ્યું સફળતાનું ભાથું

તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે આવેલી દેવમોગરા વિનયન અને વાણિજ્ય કોલેજમાં ૧૩મા વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ શિક્ષણ, સંસ્કાર અને સાંસ્કૃતિક વારસાના ત્રિવેણી સંગમ સમાન રહ્યો હતો.

તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે આવેલી દેવમોગરા વિનયન અને વાણિજ્ય કોલેજમાં ૧૩મા વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં વિશેષ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી જયરામ ગામીત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને સ્થાનિક સરપંચોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ પરિવાર દ્વારા મંત્રીશ્રી અને મંચસ્થ મહાનુભાવોનું એક પછી એક પુષ્પગુચ્છ અને આદિવાસી પરંપરા મુજબ સ્મૃતિચિહ્ન આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની વિશાળ હાજરી હતી ઉચ્છલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ માં જોડાયા હતા. કોલેજના યુવાધનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં મંત્રી જયરામભાઈ ગામીતે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, પરંતુ કૌશલ્ય વર્ધક શિક્ષણ અનિવાર્ય છે. ઉચ્છલ જેવા વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશના વિકાસમાં સહભાગી બને તે જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કોલેજની શૈક્ષણિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *