ગૌ રક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન
કતલખાને જતા પશુઓને પાંજરાપોળથી છોડાવી જવા બાબતે
કડક કાર્યવાહીની માંગ સાથે આવેદન
ગૌ રક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી જણાવ્યુ હતુ કે કતલખાને જતા પશુઓ પાંજરાપોળથી છોડાવી જતા હોય જે અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
સુરત કલેકટરને ગૌ રક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અપાયેલા આવેદન પત્રમાં જણાવાયુ હતુંકે અમે ગૌરક્ષકો અવાર નવાર કતલખાને જતાપશુઓની ગાડીઓ પોલીસને સાથે રાખી પકડી પાંજરાપોળમાં પોલીસ મુદ્દામાલ તરીકે ઉતારે છે. જો કે કેટલાક લોકો કોર્ટમાંથી ઓર્ડર લાવીને પાંજરાપોળમાંથી પશુઓ છોડાવીજાય છે. જેથી હવે પાંજજરાપોળથી બનનતા તમામ પ્રયાસ કરવા અને ક્યાં કારણોસર પશુઓ છુટી જાય છે તે અંગે તપાસ કરવવા સહિતની માંગ સાથે આવેદન પત્ર આપીરજુઆત કરાઈ હતી.
