સુરત જિલ્લા ભાજપા દ્વારા આયોજીત સંગઠનાત્મક અને પરિચય બેઠક
ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી પ્રશાંત કોરાટની ઉપસ્થિતિ
સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત સંગઠનાત્મક અને પરિચય બેઠક ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી તથા દક્ષિણ ગુજરાતના ક્ષેત્રીય
પ્રભારી પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં યોજાઈ.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તથા દક્ષિણ ગુજરાતના ક્ષેત્રીય પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટના સુરત જિલ્લા સંગઠનાત્મક પ્રવાસ અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં આજરોજ ‘શ્રી કમલમ્’ સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય, બારડોલી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ડો પ્રશાંત કોરાટ દ્વારા પાર્ટીના આગામી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યકરોમાં ઉર્જા અને સક્રિયતા વધે તે માટે સંગઠનશક્તિ, સમન્વય અને બૂથ સ્તર સુધી પહોંચવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ૨૩-બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્યશ્રીઓ, સુરત જીલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન, સુરત જીલ્લા ભાજપાના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા. સુરત જિલ્લા મહામંત્રી અંકુર દેસાઈએ વ્યવસ્થા સંભાળી હતી. બેઠક અંતે સર્વે કાર્યકરોને આવનારા કાર્યક્રમોને સફળ બનાવવા માટે સંકલ્પબદ્ધ થવા અને સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા સ્તરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોની વિશાળ ઉપસ્થિતિ નોંધાઈ હતી. સંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નગરપાલિકાના નગરસેવકો, મંડળના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
