માઝૂમ ડેમમાંથી 5 હજાર ક્યુસેક પાણી છોડાયું
ડેમ ઓવરફ્લો થતાં રૂલ લેવલ જાળવવા કાર્યવાહી,
મોડાસા-બાયડ-ધનસુરાના 27 ગામને એલર્ટ
અરવલ્લી જિલ્લા અને ઉપરવાસમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ કારણે મોડાસા ખાતે આવેલા માઝૂમ ડેમમાં પાણીની આવક વધી છે.
હાલ ડેમનું રૂલ લેવલ 156.63 મીટર સુધી પહોંચ્યું છે. ડેમ ઓવરફ્લો થવાથી તંત્રએ રૂલ લેવલ જાળવવા માટે નદીમાં 5 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો છે. પાણી છોડવાને કારણે માઝૂમ નદી કિનારે આવેલા મોડાસા, બાયડ અને ધનસુરા તાલુકાના 27 ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદીઓમાં વરસાદી પાણીનું આવક વધી રહી છે.
