સુરતના સચીન જીઆઈડીસીની આગમાં 4 લોકો દાઝ્યા
બરફની ફેક્ટરી પાસે મકાનમાં ગેસ સિલિન્ડ લીકેજ
તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા
સુરતના સચીન જીઆઈડીસીમાં બરફની ફેક્ટરી પાસે એક મકાનમાં ગેસ સિલિન્ડ લીકેજ થયા બાદ લાગેલી આગમાં ચાર લોકો દાઝ્યા હતાં. જેઓને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં.
સુરતમાં ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસી નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બરફની ફેક્ટરી પાસેના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયરની ઘટના બની હતી. આ ઘટનામાં બે યુવતીઓ, એક મહિલા અને એક પુરુષ સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે દાઝી જતાં ઇજાગ્રસ્ત થયા છે. દાઝી ગયેલા લોકોની વિગતરિન્કી હરિભાઈ પોલાઇ, ભાગ્યશ્રી હરિભાઈ પોલાઈ, સાલુબેન રામકુમાર મોહન અને હરિઓમ સુરેન્દ્ર યાદવ દાઝ્યા હતાં. દાઝી ગયેલા ચાર લોકોમાંથી એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે. તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર અપાઈ હતી
