વડોદરા ડિજિટલ એરેસ્ટ આપઘાત કેસમાં 2 આરોપી ઝડપાયા
પોલીસે સુરતથી બે આરોપીની ધરપકડ ધરપકડ કરી
નિકુંજ પાનશેરિયા અને હેનિલ પાનશેરિયાને પકડી લીધા
રાજ્યમાં પ્રથમ ડિજિટલ એરેસ્ટ દ્વારા ખેડૂતને કરોડો રૂપિયાના ફ્રોડની ધમકીથી આપઘાત કેસમાં પોલીસે બે આરોપીને દબોચી લીધા છે. ડભોઈના કાયાવરોહણ ગામે રહેતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલે આપઘાત કરી લીધો હતો. ખેડૂતને રૂપિયા 40 કરોડનું ફ્રોડની ધમકી આપી ડરાવ્યા હતા. આ મામલે ડભોઇ પોલીસે આખરે ફરિયાદ નોધી બે આરોપી એવા નિકુંજ પાનશેરિયા અને હેનિલ પાનશેરિયાને પકડી લીધા છે.
જ્યમાં પ્રથમ ડિજિટલ એરેસ્ટ દ્વારા ખેડૂતને કરોડો રૂપિયાના ફ્રોડની ધમકીથી આપઘાત કેસમાં ઝડપાયેલા 2 આરોપીઓ અંગે જિલ્લા એસપી સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, ડભોઇ પોલીસ મથકમાં ગત 18 નવેમ્બરે એક અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં મરણ જનારે દવા પીને આત્મહત્યા કર્યાનું સામે આવ્યું હતું. આ કેસમાં તપાસ માટે મૃતકનો મોબાઈલ FSLમાં તપાસ માટે મોકલતા તેના વિશે ઘણી માહિતી મળી છે અને અમુક અજાણ્યા નંબર્સ મળ્યા છે અને મેસેજીસ મળ્યા છે. આ માહિતી પરથી એવુ સામે આવ્યું છે કે, મૃતક ભૂતકાળમાં ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યો હતો અને તેના કારણે મૃતકે સુસાઈડનું જીવલેણ પગલું ભર્યું છે. આ ટ્રેલને શોધતા પોલીસ પાસે આરોપીનો એક નંબર જેના દ્વારા મૃતકનો સંપર્ક કરવામાં આવ્યો હતો, તે નંબર કંબોડિયાની અંદર એક્ટિવ છે. હાલમાં પોલીસે સુરતથી બે આરોપીની ધરપકડ ધરપકડ કરી છે. આ કેસમાં આરોપીઓ દ્વારા મોબાઈલ સીમકાર્ડ પ્રોવાઇડ કરાયું હોવાનું સામે આવ્યું છે.
વડોદરામાં મૃતકના મોબાઇલનું ફોરેન્સિક કરતા જાણવા મળ્યું કે, આ ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલ છે. ડભોઇ પોલીસે આ કેસમાં તપાસ કરતા સુરતના પિતરાઈ ભાઈઓ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં સુરતના પિતરાઈ ભાઈ નિકુંજ પાનસુરીયા અને કેનિલ પાનસુરીયાની સંડોવણી બહાર આવી છે. આ આખું ડિજિટલ એરેસ્ટનું કૌભાંડ કંબોડિયાથી ચાલે છે, પરંતુ સીમ કાર્ડ સુરતનું વપરાયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ફોરેન્સિક એનાલિસિસ કરતા અન્ય એક નંબર પણ મળ્યો હતો. આ નંબર બેંગ્લોરની અંદર એક્ટિવ હતો. તે નંબરની તપાસ કરતા આ જ ડિજિટલ એરેસ્ટના બીજા વિક્ટિમ મળ્યા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
