Site icon hindtv.in

જામનગરમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા.

જામનગરમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા.
Spread the love

જામનગરમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા.
જામનગરના ખેતીવાડી વિસ્તારમાં યુવક પર હુમલો.
અજાણ્યા હુમલાખોરોએ યુવક પર કર્યા છરીના વાર.

જામનગર શહેરના વુલનમીલ વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની ત્રણ શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકીને કરપીણ હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવતા સમગ્ર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ હત્યાના પગલે પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર વ્યાપી ગઈ છે.

જામનગરમાં બનાવની વિગત એવી છે કે, શહેરના ખોડીયાર કોલોની, વુલનમીલ વિસ્તારમાં રહેતો 20 વર્ષીય કરણ વાઘેલા નામનો યુવાન શુક્રવારે સાંજે વુલનમીલ પાસે આવેલી એક દુકાન નજીક બેઠો હતો.તે સમયે ત્યાં હાજર અન્ય ત્રણ શખ્સો સાથે જુની માથાકુટ થઈ હતી. ત્યાં કોઈ બાબતે વાતચીતમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન જૂનો ખાર રાખીને ત્રણેય શખ્સો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે કરણ પર આડેધડ હુમલો કરી દીધો હતો. છરીના ઉપરાછાપરી ઘા વાગવાના કારણે કરણ લોહીથી લથબથ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.જાહેરમાં બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડા-તફડી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ યુવાનના પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે જી.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો.

જો કે સારવાર કારગત નીવડે તે પહેલા જ કરણે દમ તોડી દેતા આ મામલો હત્યામાં પલટાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ઈન્ચાર્જ પીઆઈ આઈ.એ. ધાસુરા સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ત્રણેય હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હત્યાના બનાવના પગલે વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીએસઆઈ સહિતના સ્ટાફનું ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version