Site icon hindtv.in

બારડોલીમાં યુવા સન્માન સંમેલનનું આયોજન કરાયું

બારડોલીમાં યુવા સન્માન સંમેલનનું આયોજન કરાયું
Spread the love

બારડોલીમાં યુવા સન્માન સંમેલનનું આયોજન કરાયું
ડૉ બાબા સાહેબની જન્મજ્યંતીની ઉજવણીના ભાગરૂપે સંમેલનનું આયોજન કરાયું
સંમેલનમાં સંગઠનના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા

ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મજ્યંતી ની ઉજવણી ના ભાગરૂપે યુવા સન્માન સંમેલન નું આયોજન બારડોલી ખાતે કરવામા આવ્યું હતુ.

બંધારણ ના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકર ની 134મી જન્મજયંતિ ના ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પાંખવાડિક ઉજવણીનું આયોજન કરવામા આવ્યું છે જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. જે અંતર્ગત સુરત જિલ્લા ભારતિય જનતા પાર્ટી દ્વારા યુવા સન્માન સંમેલન મહારાષ્ટ્ર પ્રદેશ ના અનુસૂચિત જાતી ના પૂર્વ પ્રમુખ સુભાષ પારધીના અધ્યક્ષ સ્થાને બારડોલીના લેઉવા પાટીદાર સમાજ હોલ ખાતે કરવામા આવ્યુ હતુ.

 

કાર્યક્રમ ની શરૂઆત જમ્મુ કાશ્મીરના પહેલગામ મા થયેલા હિચકારી આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં
આવી હતી. બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ કાર્યક્રમ ના મુખ્ય વક્તા નાંદોદ વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય શબ્દસરણ તડવીએ ડૉ.બાબા સાહેબ ના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. અને કોંગ્રેસે ડૉ.બાબા સાહેબ સાથે અન્યાય કર્યો હતો એમની એક પણ પ્રતિમા મૂકી નથી જયારે ભાજપ સરકારે તેમને માન પૂર્વક પંચકર્મ યોજના મૂકી મહારાષ્ટ્રમાં વિશ્વની ઉંચી પ્રતિમા સ્થાપવા જઈ રહી છે.આ કાર્યક્રમ મા સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ, મહામંત્રી જીગર નાયક, જિલ્લાના વિવિધ સંગઠનના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Exit mobile version