જહાંગીરપુરામાં આઠમા માળેથી પટકાતા યુવકનું મોત
કલર કામ દરમિયાન યુવક આઠમા માળેથી પટકાયો
નિર્માણાધીન બિલ્ડિંગમાં યુવકનું કરુણ મોત
સુરતના જહાંગીરપુરામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં કલર કામ કરતી વખતે આઠમા માળેથી પટકાતા યુવકનું કરુણ મોત નિપજ્યુ હતું. જેને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
સુરતના જહાંગીરપુરા મોરા ભાગળ નજીક નિર્માણાધીન બિલ્ડિંગના આઠમા માળે કલર કામ કરી રહેલા નાઝીમ સૈયદ અચાનક બાલ્કનીમાંથી નીચે પટકાયો હતો. નાઝીમ સાથે કામ કરતા તૌસીફને આ ઘટનાની જાણ થતાં તેણે પરિવારને ફોન કરીને નાઝીમ આઠમા માળેથી નીચે પડી ગયા હોવાનું જણાવ્યું હતું. આ અકસ્માતમાં નાઝીમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. મહત્વની વાત એ છે કે કામ દરમિયાન કોઈપણ પ્રકારની સેફ્ટી વ્યવસ્થા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. નાઝીમ છેલ્લા 10 વર્ષથી કલર કામ કરતા હતા અને તેમના પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરા અને એક દીકરી છે. પરિવારના એકમાત્ર કમાઉ સભ્યના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

