NEET નું પેપર ફૂટી જવા મામલે ભાવનગરમાં યુવક કોંગ્રેસ, NSUI મેદાને
વારંવાર બનતા પેપર ફૂટવાના બનાવ સંદર્ભે વિરોધ પ્રદર્શન
તાજેતરમાં નીટની કસોટીનું પેપર લીક થતા આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે જેને પગલે ૨૨ લાખ થી વધુ પરીક્ષાર્થીઓ પ્રભાવિત થયા છે આ મામલે ભાવનગર યુવક કોંગ્રેસ તથા એન એસ યુ આઈ દ્વારા શામળદાસ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન, ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો.
તબીબી ક્ષેત્રે અભ્યાસ કરવા માટે સમગ્ર દેશમાં વિદ્યાર્થી ઓએ નિટ ની કસોટી પાસ કરવી અનિવાર્ય છે ત્યારે તાજેતરમાં આ કસોટી દરમ્યાન નીટની પરીક્ષાનું પેપર ફૂટી જતાં ૨૨ લાખ વિદ્યાર્થીઓની મહેનત એળે ગઈ છે સરકારે આ પરીક્ષા રદ્દ કરી છે આ ઘટનાને પગલે નાસીપાસ થયેલા ૩ વિદ્યાર્થીઓ એ આત્મહત્યા કરી લીધી હતી વારંવાર બનતી પેપર લીકની ઘટનાને લઈને ભાવનગર યુવક કોંગ્રેસ તથા એન એસ યુ આઈ વિદ્યાર્થીઓની વ્હારે આવ્યું છે આજરોજ શામળદાસ કોલેજ ના ગેટ પાસે વિરોધ પ્રદર્શન અને ધરણાંનો કાર્યક્રમ આપ્યો હતો કોંગ્રેસના હોદ્દેદારો એ જણાવ્યું હતું કે આ ઘટનાને પગલે જવાબદાર ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે ૨૨ લાખ વિદ્યાર્થીઓ ને સરકાર મદદ કરે એ સાથે આત્મહત્યા કરી લેનાર વિદ્યાર્થીઓના આત્મશાંતિ માટે પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમ સંદર્ભે પોલીસે કાર્યકરો વિરુદ્ધ અટકાયતી પગલાં ભર્યા હતા.

