આપ નગરસેવકો સાથેની મારામારી મામલો
જવાબદાર પોલીસ અધિકારીઓ પર ગુનો દાખલ કરવાની માંગ
17મી સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના નગર સેવકો સાથે કરવામાં આવેલી મારામારી બાબતે જવાબદાર પોલીસ અધિકારીઓ પર ગુનો દાખલ કરવાની માંગ સાથે સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી.
આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશનરને અપાયેલા આવેદન પત્રમાં જણાવાયુ હતું કે, આજથી ત્રણ દિવસ પહેલા એટલે કે તારીખ 17/9/2025 ના રોજ અમારા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાના પોતાના જ વોર્ડની અંદર સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત નવનિર્માણ પામેલી 50 બેડ ની હોસ્પિટલ નું લોકાર્પણ હતું આ લોકાર્પણમાં પાયલબેન સાકરીયા અને આપના નગરસેવકોને સુરત મહાનગર પાલિકા વ્યવસ્થાતંત્ર તરફથી આમંત્રણ પણ હતું અને સૌ ઉત્સાહથી આ હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમમાં જોડાવા માટે ગયા ત્યારે સ્થળ પર હાજર પોલીસ દ્વારા આપના નગરસેવકો તેમજ વિપક્ષનેતા પાયલબેન સાકરીયા સાથે ઘર્ષણ કરી અને એમની ધરપકડ કરવામાં આવી હતી. કારણ પોલીસ તંત્ર એ એવું બતાવ્યું કે તમે લોકો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા છો શાસકોએ અમને જાણકારી આપી છે એટલે અમે તમને અહીંયા રહેવા દઈ શકીએ નહીં. ત્યારે અમે તમને જણાવવામાં માંગીએ છીએ કે અમે કોઈ પણ પ્રકારનો વિરોધ કરવા માટે ગયા હતા નહીં અમે તો અમારા જ વોર્ડની અંદર જે હોસ્પિટલનું લોકાર્પણ હતું એમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે એટલા માટે આવ્યા હતા કે આજથી જ સાડા ત્રણ ચાર વર્ષ પહેલા કોરોના કાળમાંથી બહાર નીકળ્યા પછી સુરત શહેરની આરોગ્યને લગતી કથળતી પરિસ્થિતિ જોઈને અમે સુરત મહાનગર પાલિકામાં માંગ કરી હતી કે સુરતની વસ્તી મુજબ અહીં હોસ્પિટલની સુવિધાઓ નથી તો દરેક ઝોનમાં 100 – 100 બેડની હોસ્પિટલ બનવી જોઈએ જેથી કરીને સુરત શહેરના દરેક નાગરિકને પોતાના જ વિસ્તારમાં આસપાસમાં એક હોસ્પિટલ પોતાના પરિવારની આરોગ્ય સુરક્ષા માટે મળી રહે અને અમારી એ માંગના અનુસંધાને 50-50 બેડ ની હોસ્પિટલ દરેક ઝોનમાં બનાવવાનું નક્કી થયું એના ભાગરૂપે આ હોસ્પિટલ બની એનું લોકાર્પણ હતું તો અમે ખૂબ જ સકારાત્મકતા સાથે આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ગયા હતા અને લોકોને સંદેશ આપવા માટે ગયા હતા કે લોકોએ અમને મત આપ્યો છે એ મત કામના આધારે અને કામ કરવા માટે આપ્યો છે અને એ કામ કરવા માટે અમે હંમેશા પ્રયાસરત છીએ અને એના ભાગરૂપે આ હોસ્પિટલ આપણા વિસ્તારમાં મંજૂર થઈ અને હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહ્યો છે, પરંતુ આપની પોલીસ દ્વારા અમારા નગરસેવકો અને અમારા વિપક્ષ નેતાની ધરપકડ કરી લીધી ધરપકડ કર્યાથી પોલીસ શાંત બેઠી નહીં પણ. ડબ્બામાં બેસાડીને દોઢ બે કલાક સુધી આ ડબ્બાને આખા શહેરમાં રાઉન્ડ લગાવ્યા રાખ્યા હતા જેથી જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે ગુનો નોંધવાની માંગ કરી હતી.

