Site icon hindtv.in

શક્તિપીઠ અંબાજીમાં માતાજીના મંદિર ખાતે બાલિકાઓનું પૂજન

શક્તિપીઠ અંબાજીમાં માતાજીના મંદિર ખાતે બાલિકાઓનું પૂજન
Spread the love

શક્તિપીઠ અંબાજીમાં માતાજીના મંદિર ખાતે બાલિકાઓનું પૂજન
1,111 કન્યાઓનું વેદિક મંત્રોચ્ચાર સાથે કન્યા પૂજન
ચણિયાચોળી અને શ્રુંગાર અર્પણ કરવામાં આવી

યાત્રાધામ અંબાજીના ઇતિહાસમાં નવરાત્રીના પાવન પર્વે સૌ પ્રથમ વખતે છઠ્ઠા નોરતે શનિવારે 1111 બાલિકાઓનું પૂજન સાથે તેમને ચણિયાચોળી અને શ્રુંગાર અર્પણ કરવામાં આવી

યાત્રાધામ અંબાજી ગ્રામ પંચાયતના મહિલા સરપંચે દીકરીઓના પુજન અંગે ટહેલ નાંખતાં દાતાઓ દ્વારા આ સમગ્ર પ્રસંગમાં સહયોગ પ્રાપ્ત થયો છે. શક્તિ ઉપાસના પર્વ નવલી નવરાત્રીએ અંબાજી મંદિર ખાતે 27 સપ્ટેબરને શનિવારે વિશેષ કાર્યક્રમ વિષે સરપંચ કલ્પનાબેન દવે દ્વારા અંબાજીના ઇતિહાસમાં પ્રથમવાર 1111 શક્તિ સ્વરૂપા 2 થી 11 વર્ષની બાલિકાઓનું અંબાજી મંદિર ખાતે માં શક્તિના સાનિધ્યમાં પૂજન કરવાનો નિર્ણય અને ટહેલ નાખતા જ ધર્મપ્રેમી દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. ધાર્મિક અને સામાજિક એકતા જળવાય, કન્યા કેળવણી અને ભ્રુણ હત્યા નિવારવાના શુભ સંદેશ હેઠળ યોજાયેલ ભગીરથ કાર્યક્રમમાં પ્રત્યેક બાલિકાઓને ચણિયા ચોળી સહિત શ્રુંગારની કીટ અર્પણ કરવામાંઆવી. જ્યાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત ભાજપી ઉચ્ચ પદાધિકારીઓ પણ પ્રસંગમાં સહભાગી બન્યા છે

અંબાજી મંદિરના ચાચર ચોકમાં આ વર્ષે પણ મંડપ બાંધી નવરાત્રીના ગરબા ગવાય છે. જ્યાં અમદાવાદ, સુરત, રાજકોટ, નડીયાદ સહિતના શહેરોમાંથી પરિવારો ગરબે રમવા માટે અચૂક રાત્રિ રોકાણ કરે છે. આ ઉપરાંત અંબાજી નજીકના અંતરે આવેલા જીલ્લાના શહેરો તેમજ ગ્રામિણ વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ચાચરચોકમાં ગરબે રમે છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version