Site icon hindtv.in

સુરતના વરાછા વિસ્તારમાં બ્રીજ નીચે દબાણો ઉપર કામગીરી

સુરતના વરાછા વિસ્તારમાં બ્રીજ નીચે દબાણો ઉપર કામગીરી
Spread the love

સુરતના વરાછા વિસ્તારમાં બ્રીજ નીચે દબાણો ઉપર કામગીરી
મેયર અને પોલીસ કમિશનરે વરાછાથી સરથાણા સુધી વિઝીટ કરી
લારી, પાથરણાવાલા સહિત રસ્તાનું દબાણ દૂર કરવા સૂચના

સુરતના વરાછા વિસ્તારમાં બ્રીજ નીચે દબાણો દુર કરવાની કામગીરી વચ્ચે મેયર અને પોલીસ કમિશનરે વરાછાથી સરથાણા સુધી વિઝીટ કરી હતી.

સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે સુરત મનપાના મેયર અને અને સુરત પોલીસ કમિશ્નરે વરાછાથી સરથાણા સુધી વિઝીટ કરી હતી. બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા હતાં. અને લારી, પાથરણાવાલા સહિત રસ્તાનું દબાણ દૂર કરવા મેયર દ્વારા સૂચના આપવામાં આવી હતી. ટ્રાફિકને નડતર રૂપ દબાણો દૂર કરવા પોલીસ કમિશ્નરે સૂચના આપી હતી. અને ખોટી રીતે રસ્તો રોકીને દબાણો કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. પાલિકાની ટીમ અને પોલીસ અધિકારીઓએ સતત કાર્યવાહી કરીને દબાણો દૂર કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

Exit mobile version