સુરતમાં મહિલા જુગારધામ પર દરોડા
ઉત્રાણ પોલીસે જુગાર રમતી સાત મહિલાઓ ઝડપી
અંગઝડતીના રોકડા રૂપિયા, 6 મોબાઈલ ફોન સહિત લાખોની મત્તા કબ્જે
સુરતમાં જુગારધામ પર પોલીસ વારંવાર દરોડા પાડી રહી છે ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે જુગાર રમતી સાત મહિલાઓને ઉમરાગામની રેસીડેન્સીમાંથી ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાધલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો જાલાભાઈ અને હાર્દિકસિંહને મળેલી બાતમીના આધારે ઉમરાગામ રાધે રેસીડેન્સીના મકાનમાં દરોડા પાડી ત્યાંથી જુગાર રમતી સાત મહિલાઓ અનસુયાબેન મુંગરા, અંજુબેન અમિપરા, સોનલબેન પાડલીયા, જશુબેન કોલડીયા, આરતીબેન ઠાકર, નીતાબેન કુછડીયા અને વૈશાલીબેન મોરડીયાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી દાવ પરના અને અંગઝડતીના રોકડા રૂપિયા, 6 મોબાઈલ ફોન સહિત 1 લાખ 22 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

