સુરતના અમરોલી માનસરોવર સર્કલ પાસે મહિલાઓએ કરી ચોરી
ચાંદીની ઝાંઝરીની ચોરી કરી ભાગી છૂટ્યા
ચાંદીની 11 જોડી ઝાંઝરી, જેની કિંમત આશરે 2 લાખ રૂપિયા
સુરતના અમરોલી માનસરોવર સર્કલ પાસે શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં સતનામ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાઓએ વેપારીની નજર ચૂકવી ચાંદીની ઝાંઝરીની ચોરી કરી ભાગી છુટી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સુરતમાં જ્વેલર્સમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતના અમરોલી માનસરોવર સર્કલ પાસે શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં સતનામ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવી દાગીનાની ચોરી કરનાર સાસુ વહુની ટોળકી સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં દેખાય છે કે વહુ દાગીના હાથમાં લે છે અને ત્યારબાદ સાસુ વેપારીની નજર ચૂકવી ઝાંઝરીને પોતાના ચણિયામાં છુપાવી દે છે. આ રીતે બંને મહિલાઓએ ચાંદીની 11 જોડી ઝાંઝરી, જેની કિંમત આશરે 2 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે, ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. હાલ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં હવે પોલીસે આ બંને મહિલાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

