Site icon hindtv.in

સુરતમાં જગન્નાથજી રથયાત્રા સમયે મહિલાનુ ગુમ થયેલુ પર્સ

સુરતમાં જગન્નાથજી રથયાત્રા સમયે મહિલાનુ ગુમ થયેલુ પર્સ
Spread the love

સુરતમાં જગન્નાથજી રથયાત્રા સમયે મહિલાનુ ગુમ થયેલુ પર્સ
ક્રાઈમ બ્રાન્ચે પર્સ શોધી કાઢી મહિલાને પરત કર્યું
પોલીસ કર્મચારીની પ્રામાણિક કામગીરીને લોકો દ્વારા બિરદાવી

સુરતમાં જગન્નાથજી રથયાત્રા સમયે એક મહિલાનુ ગુમ થયેલુ પર્સ સુરત ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢી પરત કરતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચના ડ્રાઇવરે પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હોય તેમ અડાજણમાં રહેતી મીરાબેન નૈનીષભાઈ ચરખાવાલા ભગવાન જગન્નાથજીના દર્શન દરમિયાન પોતાનું પીંછ કલરનું લેડીઝ પર્સ ગુમાવી બેઠા હતા. પર્સમાં આશરે 2,200 રોકડા તેમજ અન્ય જરૂરી વસ્તુઓ હતી. આ પર્સ સુરત ક્રાઇમ બ્રાન્ચના ડ્રાઇવર અહેકો પ્રકાશ ઉત્તમરાવ પાટીલને મળ્યું હોય જેપર્સમાં રહેલા કિરાણા સ્ટોરના બિલના આધારે તેમણે મીરાબેનનો સંપર્ક કરી આજરોજ રોકડા રૂપિયા 2,200 સહિતનું પર્સ સલામત પરત આપતા પોલીસ કર્મચારીની આ પ્રામાણિક કામગીરીને લોકો દ્વારા બિરદાવી હતી.

Exit mobile version