સુરત ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર જતી મહિલાની છેડતી
મોર્નિંગ વોક પર જતી મહિલાનો પીછો કરી છેડતી
છેડતી કરનાર વિકાસ વિશરામ નિશાદને ઝડપી પાડયો
સુરત ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર જતી મહિલાનો પીછો કરી છેડતી કરનારને પોલીસે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝઓન 2 અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝનની સુચનાથી પીઆઈ એસએન દેસાઈ અને જેએસ ઝાંબરેની ટીમ પીએસઆઈ એમકે ઈશરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મોહનસિંહ તથા અહેકો ચિરાગ અને અપોકો ગોપાલને મળેલી બાતમીના આધારે મોર્નિંગ વોક પર ચાલવા જતી મહિલાનો પીછો કરી છેડતી કરનાર આરોપી બમરોલી રોડ પર રહેતા વિકાસ વિશરામ નિશાદને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

