Site icon hindtv.in

સુરતના સીટીલાઈટ ખાતે ફ્લાય ઓવર બ્રિજથી મહિલાનો આપઘાત

સુરતના સીટીલાઈટ ખાતે ફ્લાય ઓવર બ્રિજથી મહિલાનો આપઘાત
Spread the love

સુરતના સીટીલાઈટ ખાતે ફ્લાય ઓવર બ્રિજથી મહિલાનો આપઘાત
મહિલાએ ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ
મહિલાનું વેસુમાં કાફે અને પતિ કાપડ વેપારી

સુરતના સીટીલાઈટ ખાતે આવેલ અણુવ્રત દ્વાર ફ્લાય ઓવર બ્રિજ પર મોપેડ મુકી એક મહિલાએ ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.

સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે સુરતના સિટી લાઇટમાં આવેલ અણુવ્રત દ્વાર ના ફ્લાયઓવર બ્રિજ પરથી મહિલાનું પડતુ મુક્યુ હતું. ઉષા જૈન નામની મહિલાએ બ્રિજ પર પોતાનો ઓલા મોપેડ મુકી ઝંપલાવતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. મહિલા બ્રિજ પરથી પટકાતા જ ત્યાં હાજર ટીઆરબી જવાન દ્વારા 108ની મદદથી મહિલાને હોસ્પિટલે ખસેડાઈ હતી જો કે મહિલાનુ મોત નિપજ્યુ હતું. તો તપાસ કરતા મહિલા વેસુ વિસ્તારમાં કાફે ચલાવતી હોવાનુ અને તેઓના પતિ કાપડ વેપારી હોવાનુ સામે આવ્યુ છે. હાલ તો ધનિક પરિવારની મહિલાના શંકાસ્પદ મોતને લઈ પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. તો બીજી તરફ પોલીસે આપઘાત કે અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version