Site icon hindtv.in

ગુજરાતમાં 4 સિસ્ટમની અસરથી વરસાદ ભૂકકા બોલાવશે.

ગુજરાતમાં 4 સિસ્ટમની અસરથી વરસાદ ભૂકકા બોલાવશે.
Spread the love

ગુજરાતમાં 4 સિસ્ટમની અસરથી વરસાદ ભૂકકા બોલાવશે.
હવામાન વિભાગે 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી .
3 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી

આગામી 100 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે રહેશે. 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે..દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ સતત 3 દિવસ સુધી રેડ એલર્ટ છે. એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 8થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે.જે બાદ સૌરાષ્ટ્રમાં પણ મુશળધારની જ આગાહી છે.

આગામી 100 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે રહેશે. 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ સતત 3 દિવસ સુધી રેડ એલર્ટ છે. એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 8 થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે.જે બાદ સૌરાષ્ટ્રમાં પણ મુશળધારની જ આગાહી છે. કચ્છ પણ આ નવા ધોધમારના રાઉન્ડથી બાકાત નહીં રહે. 4 સપ્ટેમ્બરથી લઇને 8 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આગાહીકાર પરેશ ગોસ્વામીનું કહેવું છે કે રાજ્યમાં શરૂ થઇ રહેલો વરસાદનો આ નવો રાઉન્ડ ખુબ જ તોફાની હશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 5 ઇંચ સુધી વરસાદ થઇ શકે છે. માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ નહીં. પરંતુ કચ્છમાં પણ ધોધમાર વરસાદની જ આગાહી છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 8થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ઓરેન્જ એલર્ટ છે. એટલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆતમાં સૌથી વધુ વરસાદ આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ વરસ્યો હતો. જો કે જુન અને જુલાઇ બાદ ઓગસ્ટમાં જોઇએ તેવો વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં

પડ્યો નથી. જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ છે. જો કે લાગી રહ્યું છે આગામી 4 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ટકાવારી વધી શકે છે. રાજ્યમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ધોધમારનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. આગામી કલાકોથી જ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. જો કે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ મુશળધાર વરસાદની આગાહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version