Site icon hindtv.in

ઈચ્છાપોર પોલીસે ચોરીના મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

ઈચ્છાપોર પોલીસે ચોરીના મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
Spread the love

ઈચ્છાપોર પોલીસે ચોરીના મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
ચોરએ બાઈકનો લોક તોડી બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો
પોલીસે આરોપીની ધરપકડ કરી, ચોરીની બાઇક રીકવર કરી છે

સુરતની ઈચ્છાપોર પોલીસે મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ આરોપી ની ધરપકડ કરી બાઈક રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ઇચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે તારીખ 13 -4 -2025 ના રોજ ઈચ્છાપોર પોલીસ મથક વિસ્તારના મોરા ગામ ખાતે આવેલ માહિયા વંશી મોહલ્લામાં પાર્ક કરેલ એક બાઇકની ચોરી થઈ ગઈ હતી. બાઈક ચોર બાઈક નો લોક તોડી બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે ઇચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અને બનાવ વાળી જગ્યાની આજુબાજુના તેમજ રોડ પરના અલગ અલગ જગ્યા ના આશરે 50 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીની ભાળ મેળવી હતી પોલીસે હરજીતસિંહ જાફતાર સિંગ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે તેની પાસેથી ચોરીની બાઇક રીકવર કરી છે.

Exit mobile version