Site icon hindtv.in

સુરતના ઈચ્છાપોર ખાતે પતિથી ત્રાસેલી પત્નિ

સુરતના ઈચ્છાપોર ખાતે પતિથી ત્રાસેલી પત્નિ
Spread the love

સુરતના ઈચ્છાપોર ખાતે પતિથી ત્રાસેલી પત્નિ
પત્નિએ ડીઝલ છાંટી પોતાને આગ લગાવી દીધી
પત્નિને બચાવવાની જગ્યાએ પતિએ વિડીયો ઉતાર્યો

સુરતના ઈચ્છાપોર ખાતે પતિથી ત્રાસેલી પત્નિએ ડીઝલ છાંટી પોતાને આગ લગાવી દીધી હતી તો ભડભડ સળગતી પત્નિને બચાવવાની જગ્યાએ પતિએ વિડીયો ઉતાર્યો હતો અને અકસ્માતે દાઝી હોવાનુ જુટ્ઠાણુ ચલાવ્યુ હતું. હાલ પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આરોપી ની ધરપકડ કરી છે.

સુરતની ઈચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુળ બિહારના છપરા ખાતે રહેતા હરબંશ છબીલા સહા ખેતીકામ કરે છે. અને સંતાનમાં 4 દીકરી તથા બે દીકરા છે. 31 વર્ષીય દીકરી પ્રતિમાદેવીના લગ્ન રંજિત દિલીપ સહા સાથે થયા હતા અને તેઓ સુરતના ઈચ્છાપોર ખાતે જયરાજ સોસાયટીમાં રહે છે. રંજિત અને પ્રતિમાએ ભાગીને લગ્ન કર્યા હતા. તેઓને સંતાનમાં પુત્રી પ્રિયા, પુત્ર આદિત્ય અને અંકુશ છે. પતિ રંજિત નાની-નાની વાતે પ્રતિમા સાથે ઝઘડો કરતો હતો. રંજિત ગેરેજમાં નોકરી કરે છે. અને ગત 4 જાન્યુઆરીના રોજ પ્રતિમા સળગી ગઇ હતી. શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યુ હોવા છતાં રંજિતે અકસ્માતે દાઝી ગઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. ગંભીર રીતે દાઝી ગયેલી પ્રતિમાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન પ્રતિમાએ હોસ્પિટલના બિછાનેથી તેના ભાઈ જયપ્રકાશને પોતે સળગી ગઇ હોવાની વાત કરી હતી. ત્યારબાદ બાળકોને પૂછતા એવું જાણવા મળ્યું કે, મકાનના ધાબા પર પડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા હતા જે વેરવિખેર થઈ જતા બાળકો અંકુશ અને આદિત્યએ આ કરતૂત કરી હોવાની શંકા રાખી પિતાએ બંને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી.

પતિ રંજિતની બૂમાબૂમ સાંભળી પ્રતિમાએ વચ્ચે પડી છોકરાઓને કેમ ઠપકો આપો છો ? એવું કહેતા રંજિતે પ્રતિમા પર ભારે ગુસ્સો કરી મારઝુડ પણ કરી હતી. આવેશમાં આવી પ્રતિમાએ મરી જવાની વાત કરી હતી. તે સમયે રંજિતે ઘરમાં તેલ પડયું છે, તે લઇ સળગી જા એવી ઉશ્કેરણી કરતા પ્રતિમા ડીઝલ શરીરે છાંટી સળગી મરી હતી. તે સમયે રંજિતે પત્નીને બચાવવાને બદલે વીડિયો ઉતાર્યો હતો અને તેણીને સળગવા દીધી હતી. તો ગંભીર રીતે દાઝેલી પ્રતિમાને હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તેનુ મોત નિપજ્યુ હતું. હાલ તો ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં પિતા હરબંશ છબીલા સાહની ફરિયાદના આધારે જમાઈ રંજિત દિલીપ સાહ વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આપઘાતની દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરી આરોપી પતિ રંજિત દીલીપ સાહ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version