Site icon hindtv.in

કોને કેટલા કેલ્શિયમની જરૂર પડે છે ! જો શરીરમાં કેલ્શિયમનું

કોને કેટલા કેલ્શિયમની જરૂર પડે છે ! જો શરીરમાં કેલ્શિયમનું
Spread the love

કોને કેટલા કેલ્શિયમની જરૂર પડે છે ! જો શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જાય તો સ્વાસ્થ્યને નુકસાન થાય ?

કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર સંતુલિત આહાર લેવાની ભલામણ કરે છે. કેલ્શિયમની વધુ માત્રા તમારા શરીર પર સકારાત્મક અસરને બદલે નકારાત્મક અસર પણ કરી શકે છે. વધારે કેલ્શિયમ પથરીનું જોખમ વધારી શકે છે. આ ઉપરાંત જ્યારે શરીરમાં કેલ્શિયમનું સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે,
વધારે કેલ્શિયમ ફક્ત તમારા શારીરિક સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે. વધુ પડતું કેલ્શિયમ લેવાથી ડિમેન્શિયાનું જોખમ વધી શકે છે અને તમારા મગજના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. ચાલો જાણીએ કે વધુ કેલ્શિયમ લેવાથી કઈ કઈ આડઅસરો થાય.

કોને કેટલા કેલ્શિયમની જરૂર પડે તે સમજવું ખૂબ જરૂરી છે. કેલ્શિયમ એ આપણા હાડકાં અને દાંત માટે એક મહત્વપૂર્ણ બિલ્ડિંગ બ્લોક (રચના કરનાર ઘટક) છે. દરેકને તેની જરૂર હોય છે, પરંતુ તમે કયા ઉંમરના છો, તમે પુરુષ છો કે સ્ત્રી, તેના આધારે તેનું પ્રમાણ બદલાય છે.
નાના બાળકો અને કિશોરો:

0-6 મહિનાનું બાળક : 200 મિલિગ્રામ.
7-12 મહિનાનું બાળક: 260 મિલિગ્રામ.
1-3 વર્ષનું બાળક : 700 મિલિગ્રામ.અને
4-8 વર્ષનું બાળક : 1,000 મિલિગ્રામ.કેલ્શિયમ લેવું જોઈએ

તરુણો (છોકરાઓ અને છોકરીઓ):

9-18 વર્ષના છોકરાઓ અને છોકરીઓ ને : 1,300 મિલિગ્રામ.કેલ્શિયમ લેવું જોઈએ

પુખ્ત વયના (પુરુષો અને સ્ત્રીઓ):

19-50 વર્ષ પુરુષો અને સ્ત્રીઓ : 1,000 મિલિગ્રામ.કેલ્શિયમ લેવું જોઈએ

વૃદ્ધ પુખ્ત વયના પુરુષો અને સ્ત્રીઓને (પુરુષો અને સ્ત્રીઓ):

51+ વર્ષ : 1,200 મિલિગ્રામ કેલ્શિયમ લેવું જોઈએ

શું તમે પણ વિચારી રહ્યા છો કે વધુ પડતા કેલ્શિયમ વિશે કેવી રીતે જાણવું? વધુ પડતો થાક, કબજિયાત, મૂંઝવણ, ઉલટી, વધુ પડતી તરસ, વારંવાર પેશાબ, આવા લક્ષણો વધુ પડતા કેલ્શિયમ તરફ ઈશારો કરી શકે છે. જો તમને એક સાથે આવા લક્ષણો અનુભવાઈ રહ્યા હોય, તો તમારે સાવચેત રહેવું જોઈએ.

આ લેખમાં સૂચવેલ ટિપ્સ ફક્ત સામાન્ય માહિતી માટે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારનો ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ રોગ સંબંધિત કોઈપણ ઉપાય લેતા પહેલા, તમારા ડૉક્ટરની સલાહ લો.

Exit mobile version