Site icon hindtv.in

પીરિયડ્સ ફ્લૂ શું છે?

પીરિયડ્સ ફ્લૂ શું છે?
Spread the love

પીરિયડ્સ ફ્લૂ શું છે?
પીરિયડ્સ ફ્લુ એક માત્ર શબ્દ છે
પીરિયડ ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂ સાથે જોડાયેલ નથી

પીરિયડ્સ મહિલાઓના જીવનનો એક મહત્વનો ભાગ છે. પીરિયડ્સ દરમિયાન અનેક સમસ્યાઓમાંથી મહિલાઓ પસાર થાય છે. પેટમાં દુખાવો, મૂડ સ્વિંગ, થાક, ચીડયાતો સ્વભાવ, ગુસ્સો આવવો, ઉલ્ટી થવી, તાવ જેવી સમસ્યાઓ પીરિયડ્સ દરમિયાન સામાન્ય માનવામાં આવે છે. પીરિયડ્સ દરમિયાન થનારી આ પરેશાનીનો સામનો માત્ર એક મહિલાને નહી પરંતુ સેકન્ડો મહિલાઓ આનો સામનો કરે છે.મોટાભાગની મહિલાઓને ખ્યાલ નથી હોતો કે, આ પીરિયડ્સ ફ્લુ શું છે. તો આજે આપણે જાણીશું કે, પીરિયડ્સ ફ્લુ શું છે. તેના લક્ષણો શું છે. તેનાથી કઈ રીતે રાહત મેળવવી.

ડોક્ટરના જણાવ્યા અનુસાર પીરિયડ્સ ફ્લુ એક માત્ર શબ્દ છે. એ ફક્ત પીરિયડ દરમિયાન થતી સમસ્યાઓ માટે વપરાતો શબ્દ છે. પીરિયડ ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂ સાથે જોડાયેલ નથી, જે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે.
“પીરિયડ ફ્લૂ” શબ્દનો ઉપયોગ સ્ત્રીઓને તેમના પીરિયડના થોડા સમય પહેલા અને તે દરમિયાન અનુભવાતા લક્ષણોનું વર્ણન કરવા માટે થાય છે. પીરિયડ ફ્લૂના લક્ષણો પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ જેવા જ છે.
પીરિયડ્સ ફ્લુ મહિલાઓની સમસ્યા છે અને આ હોર્મોનમાં થતાં ઉતાર-ચઢાવના કારણે થાય છે. ડોક્ટરનું કહેવું છે કે, જે મહિલાઓના શરીરમાં પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોનના સ્તરમાં ઉતાર-ચઢાવ થાય છે. તો પીરિયડ્સ ફ્લુની સમસ્યા થઈ શકે છે. આ દરમિયાન મહિલાઓને પોતાના શરીરમાં અનેક સમસ્યાઓ જોવા મળે છે.

પીરિયડ્સ ફ્લૂ દરમિયાન, સ્ત્રીઓને તેમના શરીરમાં ઘણા પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે, જેમ કે,ઝાડા,પેટમાં કબજિયાત,ચક્કર,ઉબકા આવવા,થાક,માથાનો દુખાવો, પેટમાં ખેંચાણ,પગમાં સોજો, માથાનો દુખાવો, સ્તનોમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે.

પીરિયડ ફ્લૂથી રાહત મેળવવા માટે, કોઈપણ પ્રકારની દવા લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.પીરિયડ ફ્લૂની સમસ્યામાં, સ્ત્રીઓ કેટલાક ઘરેલું ઉપાયો પણ અપનાવી શકે છે અને તેનાથી રાહત મેળવી શકે છે.

Exit mobile version